Site icon Gramin Today

તરણકુંડ હોલ ખાતે વ્યારા નગરપાલિકાની કારોબારી સભા મળી લાખોનાં વિકાસ કામોની મંજુરી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ,   તાપી કીર્તનકુમાર   ગામીત 

તાપી:  વ્યારા  નગરપાલિકાની કારોબારી સભા ગતરોજ તા.૨૨/૭/૨૦૨૧ના રોજ મળી હતી. જેમાં રૂ. ૭.૪૫ કરોડના વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગતના કામોને મંજૂરી અપાઈ: 
વ્યારા નગરપાલિકા તરણકુંડ હોલ ખાતે વ્યારા નગરપાલિકાની કારોબારી સભા કારોબારી અધ્યક્ષ કુલીન શિરીષ પ્રધાનના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવી હતી.
આ કારોબારી સભામાં રૂપિયા. ૭.૪૫ કરોડના વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગતના કામોને મંજૂરી અપાઈ હતી.
જેમાં અનેક પ્રજાલક્ષી વિકાસ  કામો મંજૂર કરવામાં આવ્યા હતાં .
વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત: 
રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ હેંગિંગ બ્રિજ માટે ૩.૩૫ કરોડ.
પીવાના પાણીની વ્યવસ્થા માટે ૨.૦૦કરોડ
ફતેપુરજ કીલ્લાના રીનોવેશન તથા શ્રીરામ તળાવથી કિલ્લા સુધીના બ્રિજ માટે ૧.૧૦ કરોડ
રખડતાં ઢોરો માટે 45 લાખ રૂપિયા
જિમમાં નવા સાધનો અને જીમના રીનોવેશન માટે ૫૦ લાખ રૂપિયા
તેમજ અન્ય નગરના વિકાસ અર્થે.
(૧) નવી વસાહત પાછળ outdoor મલ્ટીપલ game ground બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.
(૨) નગરપાલિકાની મિલકતો ઉપર સોલર સિસ્ટમ મૂકવાનું કામ.
(૩) રિવરફ્રન્ટ પર ડોમ બનાવવાનું કામ. જેવાં અનેક કામો નક્કી કરવામાં આવ્યા હતાં  જે આજની મળેલ કારોબારી સભામાં મંજૂર કરવામાં આવ્યા હતાં.

Exit mobile version