Site icon Gramin Today

PSI આઇ.આર.દેસાઈ અને PSI એ.આર ડામોરના માર્ગદર્શન અને સુચના અનુસંધાને ડેડીયાપાડા સોની એસોસિએશન સાથે મીટીંગનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે PSI આઇ.આર.દેસાઈ અને PSI એ.આર ડામોરના માર્ગદર્શન અને સુચના અનુસંધાને ડેડીયાપાડા સોની એસોસિએશન સાથે મીટીંગ કરવામાં આવી:

નર્મદા જિલ્લાના  ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇશ્રી આઇ.આર.દેસાઈ અને પી.એસ.આઇ.શ્રી એ.આર ડામોર દ્વારા સુચના અને માર્ગદર્શન આપવાના હેતુ થી ડેડીયાપાડા સોની એસોસિએશન સાથે બેઠક યોજાઇ હતી, ભરૂચ ખાતે બનેલ ભર બપોરે સોની ની દુકાનમાં લુંટ અને ફાયરિંગના બનેલ બનાવ અનુસંધાને  ડેડીયાપાડા સોની એસોસિએશન ને સતર્કતા અને  સાવચેતી ના ભાગ રૂપે પી.એસ.આઇ શ્રી આઇ.આર.દેસાઈ અને પી.એસ.આઇ.શ્રી એ.આર ડામોર દ્વારા સુચના આપવામાં આવી હતી, અને સીસીટીવી કેમેરા લગાવવા તેમજ કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય કે કોઈ અજાણ્યો ઇસમ ૧૫ થી ૨૦ મિનિટ ઉપર એક જ જગ્યા ઉપર ઊભા રહી રેકી કરતા જણાય, કે દુકાન બાજુ જોયા કરતા વ્યક્તિ નજરે પડે અને સંકા જાઈ, તો તાત્કાલિક  પોલિસ સ્ટેશન માં જાણ કરવી, અને પી.એસ.આઇ.સાહેબ શ્રી દ્વારા  પોતાના મોબાઈલ નંબર પર પણ જાણ કરવા માં આવે તેમ જણાવવામાં આવ્યું હતું, ભૂતકાળ માં પણ ડેડીયાપાડા માં સાંજ ના સુમારે સોનીની દુકાનમાં લુંટ થઈ હોવા નો બનાવ બન્યો છે, અને હાલ ભરૂચ માં બનેલ બનાવના લીધે સોનીઓ માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી ચેતતા નર સદા સુખી કહેવત ને ધ્યાન માં લઇ સાવચેત રહેવું હાલ ના સમય માં હિતાવહ છે.

Exit mobile version