Site icon Gramin Today

ડેડીયાપાડા પૃથ્વી કીડ્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે બાળકો માટે સુરુચિ ભોજનનું કરાયું આયોજન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા પૃથ્વી કીડ્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે બાળકો માટે સુરુચિ ભોજનનું કરાયું આયોજન;

માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા વિશેષ ભોજનનું આયોજન;

ડેડીયાપાડા ખાતે આવેલ પૃથ્વી કિડ્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સમૂહ સુરુચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર પાંચમે અલગ અલગ છાત્રાલયો તેમજ શાળાઓમાં સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે ડેડીયાપાડાની પૃથ્વી કિડ્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે 550 જેટલા બાળકો માટે સુરુચિ ભોજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાળ, ભાત, શાક, પૂરી,લપસી, ભજીયા અને પાપડ બનાવી તમામ બાળકોને પીરસવામાં આવ્યું હતું. આમ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Exit mobile version