Site icon Gramin Today

ડિજિટલ ઈન્ડિયાનાં સરકારના બણગા વચ્ચે ઓનલાઇન શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ડુંગરોનાં સહારે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડિજિટલ ઈન્ડિયાનાં બણગા વચ્ચે ઓનલાઇન શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ ડુંગરોનાં સહારે;

શિક્ષકો ભણાવશે કે નેટ શોધ્યા કરશે ?  રીતસરના બાળકો અને યુવાનો ક્યાં  નેટ પકડે તે શોધતા ફરે છે,   ઓનલાઇન શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ નર્મદા જિલ્લાનાં આજે પણ ઝાડો, ડુંગરો પર જગ્યા શોધવા મજબુર! 

કોરોના વાયરસનું સંક્રમણ જ્યારથી શરૂ થયું છે ત્યારથી શાળા-કોલેજ સહીત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ અટવાઈ પડ્યો છે, હાલ ઓનલાઈન અભ્યાસક્રમ થકી શૈક્ષણિક સત્ર આગળ ધપાવાઈ રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં નેટવર્કના જ ધાંધિયા હોય ત્યાં ઇન્ટરનેટની વાત જ શું કરવી જેવી સ્થિતી જોવા મળે છે ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે દેડીયાપાડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક માટે લોકોએ ડુંગરો નાં સહારે રહેવું પડે છે ડિજિટલ ઇન્ડિયા મુખ્યત્વે શહેરી અને મોટા ગ્રામ્ય વિસ્તારો સુધી સીમિત રહ્યું હોય તેમ નર્મદા જિલ્લાના અનેક આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક માટે ૧-૨ કિલોમીટર સુધી જવું પડે છે કે પછી ડુંગર અને ઝાડ પર ચઢી નેટવર્ક શોધવું પડી રહ્યું છે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો માટે ડિજિટલ ઇન્ડિયાની વાતો બૂમરેંગ સાબીત થઇ રહી છે. એક તરફ નર્મદા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુબ નામનાં મેળવી રહ્યું છે, ત્યારે નેટવર્ક ના ધાંધિયા જોવા મળી રહ્યા છે, કહેવાય છે ને કે દીવા તળે અંધારું  હોય છે, આ વાત નર્મદા જીલ્લામાં સાચી માલુમ પડે છે,

દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ઓનલાઈન અભ્યાસથી અનેક બાળકો વંચીત રહેવાનો વારો આવ્યો છે ઓનલાઈન અભ્યાસથી અનેક બાળકોનું ભાવિ ધૂંધળું બન્યું છે દેડીયાપાડા તાલુકાના પાટવલી, ડાબકા, મોહબૂડી, શીશા, સગાઈ, મેડીયાસાગ, રાલ્દા, ઘનખેતર જેવા અનેક ગામોમાં નેટવર્કના ધાંધીયા અને ઈન્ટરનેટના અભાવે બાળકોને ઓનલાઈન શિક્ષણ મળતું ન હોવાથી વારંવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કર્યા પછી પણ નેટવર્ક ન મળતા ગ્રામજનોએ કાયમ ને માટે ડુંગરો તેમજ ટેકરીઓનાં સહારે રહેવું પડે છે.

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટના અભાવથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસથી વંચીત રહેતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે નેટવર્ક કે ઇન્ટરનેટની સુવિધા ન હોવાથી ઓનલાઈન શિક્ષણ કઈ રીતે શક્ય બની શકે ? દેડીયાપાડા નાં ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ ઓફીસ અને સહકારી મંડળી તથા ડેરી પણ આવેલી છે તમામ લોકો ને નેટ ના અભાવે કામ કઈ રીતે કરવું તે સવાલ છે….?? મંડળીનું રાશન આપવા માટે જ્યાં નેટ આવતું હોય તે ગામમાં જઇ ને અંગુઠો કરાવવો પડે છે જેમાં તમામ ગ્રામજનોનો ખૂબ સમયનો બગાડ થાય છે . પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ ઓનલાઈન હાજરી બતાવા નેટ શોધવા નીકળવું પડે છે ! શિક્ષકો ભણાવશે કે નેટ શોધ્યા કરશે ? આ હાલત દેડીયાપાડાનાં અંતરીયાળ ગામડાઓની !!

Exit mobile version