Site icon Gramin Today

ડાંગ જિલ્લા મથક આહવા ખાતે બાળ કલ્યાણલક્ષી સંકલન બેઠક યોજાઇ :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગ જિલ્લા મથક આહવા ખાતે બાળ કલ્યાણલક્ષી સંકલન બેઠક યોજાઇ;

ડાંગ, આહવા : બાળ કલ્યાણલક્ષી સંકલન બેઠક માન. અધ્યક્ષ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ, પ્રિસાઇડીંગ ઓફીસરશ્રી-વ- મે.પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડી.મેજી.ફ.ક શ્રી એસ.પી.કેન ના અધ્યક્ષસ્થાને તા.25 ઓગસ્ટના રોજ 14:00 કલાકે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા, જિ.ડાંગ ખાતે યોજવામા આવી હતી. જેમા ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યો શ્રી તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ બેઠકમા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સંસ્થાને લગતા પ્રશ્નોની સમિક્ષા કરવામા આવી હતી. જેમા જર્જરીત મકાનની ચકાસણી, સંસ્થાના અંતેવાસી બાળકોના સ્વાસ્થ્ય ની સેવાઓ ત્વરીત મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ, આહવાથી નિમણુક કરેલ મેડિકલ ઓફિસર દ્વારા અઠવાડિયામાં 2 વાર બાળકોની ચકાસણી કરવી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનશ્રી અને સભ્યશ્રીઓ સંસ્થામાંથી પુન:સ્થાપન થયેલ બાળકોને આર્થિક પ્રોત્સાહન મળી રહે તે માટે દર માસે 2 દાતાશ્રી શોધીને લાભ આપવાની પ્રક્રિયા હાથ ધરવી, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડમાં કેસોના નિકાલ માટે સભ્યશ્રી તથા સરકારી વકીલશ્રીએ કેસોનો અભ્યાસ કરી નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવ, સંસ્થામાં ભૌતિક તથા વહીવટી સુવિધાઓ અને અંતેવાસી બાળકોને મળતી તમામ સેવા-સુવિધાઓની દેખરેખ કરી નિરીક્ષણ કરવુ, લજિલ્લા સ્તરે બાળલગ્નો અટકાવવા માટે ગામોમાં લીગલ કેમ્પનું આયોજન કરવું તેમજ ગામના સરપંચ, તમામ વોર્ડના સભ્યોશ્રીઓ, ગામ આગેવાન, પોલીસ પટેલ, પદાધિકારીશ્રીઓ તથા ગ્રામજનો સાથે બેઠક કરી ગામામાં બાળલગ્નો ન થાય તે માટે જાગૃત કરી કાયદાકીય માહિતી આપવી તથા યોજનાની પાત્રતા ધરાવતા બાળકોને યોજનાકીય લાભ આપવો વગેરે પ્રશ્નો અંગે સમિક્ષા કરવામા આવી હતી.
આ બેઠકમા અધીક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એમ.ગામીત, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.જે.જે.ગામીત, કાર્યપાલક ઇજનેર શ્રી એસ.આર.પટેલ, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સભ્યશ્રી શ્રીમતી એચ.વી.પટેલ, શ્રી કે.એસ.ગાવિત, શ્રી પી.આર.પટેલ, શ્રી આર.એમ.કામડી, સભ્યસચિવ શ્રી જે.એમ.ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version