Site icon Gramin Today

ડાંગના સરહદી ગામોની મુલાકાત લેતા કલેકટર શ્રી ભાવિન પંડ્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

ડાંગના સરહદી ગામોની મુલાકાત લેતા કલેકટર શ્રી ભાવિન પંડ્યા:

આહવા: ડાંગ જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા સુબિર તાલુકાના છેવાડાના ગામોની ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ મુલાકાત લીધી હતી.

ડાંગ જિલ્લાના છેવાડે આવેલા નિશાણા, કાકશાળા, અને બિલિઆંબા ગામની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ બિલિઆંબા સ્થિત પ્રાથમિક શાળાની જાત મુલાકાત લઈ, શાળાની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. અહીંના શિક્ષકોએ બાળકોમા પ્રગટાવેલી શિક્ષણની જ્યોતને સમગ્ર જિલ્લામા પ્રસરાવવાની હિમાયત  કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ કરી હતી, આમ સુબિર તાલુકાના છેવાડાના ગામોની ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ કરેલ  મુલાકાત દ્વારા સૌનો ઉત્સાહ પણ વધાર્યો હતો.

Exit mobile version