Site icon Gramin Today

ઝારખંડ થી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું ઝંખવાવમાં ભવ્ય સ્વાગત કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ઝારખંડ થી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું ઝંખવાવ ઉમરપાડામાં ભવ્ય સ્વાગત કરાયું;

ઉમરપાડા: ઝારખંડ રાજ્ય થી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રા આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આવી પહોંચતા સ્થાનિક આદિવાસી ભાઈઓ દ્વારા ઢોલ, નગારા તેમજ ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ત્યાંથી ઉમરપાડા તાલુકાના વાડી ગામે આ યાત્રાનોનું સામાજિક આગેવાન હરીશભાઈ વસાવા તેમજ યુવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

 આ યાત્રાનો હેતુ સમાજની સંગઠિત શિક્ષણ અને રાજકીય ક્ષેત્રે આગળ સમાજ આવવું, એકતા જાળવવું તેમજ પર્યાવરણને બચાવવું તેમજ કુરીવાજો દૂર કરવા સમાજને સંદેશો આપવા માટે નીકળી હતી. આ યાત્રામાં કેતનભાઇ તેમજ રાજુ વલવઈ એ સમાજની સમસ્યાઓથી અવગત કરતું પ્રવચન કર્યું.

સામાજિક અને આદિવાસી યુવા આગેવાન રાજુભાઈ વલવાઈના અઘ્યક્ષપણે સમગ્ર આદિવાસી પટ્ટી વિસ્તારમાં સમાજનાં અનેક પડતર મુદ્દાઓ અને સમશ્યાઓને લઈ જાગૃતિ ના ભાગરૂપે આ યાત્રા નીકળી છે.

  આદિવાસીઓના મસીહા ભગવાન બિરસા મુંડાજીના નિવાસ્થાન કુલીહાતું ઝારખંડ થી શરૂઆત થયેલી આ યાત્રા આશરે સાડા પાંચ હજાર કિલોમીટર જેટલી લાંબી સફર કાપી અને 54 દિવસ જેટલી લાંબા સમય ચાલનાર યાત્રામાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત થઈ રાજસ્થાન બોર્ડર વિલેજ પાલ ઘડવાવ સુધી યાત્રાનો રૂઠ રહેશે.

આ યાત્રા આદિવાસીઓની સુરક્ષા, બંધારણીય અધિકારો, ખાનગીકરણ તેમજ જળ, જંગલ, જમીન જેવા મુદ્દાઓને ધ્યાને લઇ દેશના આદિવાસીઓ ની વૈચારિક શુદ્ધિકરણ તેમજ જનજાગૃતિના અભ્યાન સ્વરૂપે યાત્રા કાઢવામાં આવી છે.

આ પ્રસંગે સામાજિક આગેવાન હરીશભાઈ,  ઠાકોરભાઈ, જગતસિંહ વસાવા, રૂપસિંહભાઈ વસાવા , પ્રકાશભાઈ વસાવા, દિલાવરભાઈ સહિત સમાજના અનેક આગેવાનો સહીત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version