Site icon Gramin Today

જીવન સાધના વિદ્યાલય, ઉકાઈ ખાતે રોડ સેફ્ટી વિષયક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાના ઉકાઈ સ્થિત જીવન સાધના વિદ્યાલય ખાતે રોડ સેફ્ટી વિષયક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો:

વ્યારા : તાપી જિલ્લાના જીવન સાધના વિદ્યાલય ઉકાઈ ખાતે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વ્યારા દ્વારા રોડ સેફ્ટી વિષયક જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એ.આર.ટી.ઓ વ્યારા તથા પોલીસ કર્મચારીઓનાં સંકલનમાં રહીને જીવન સાધના વિદ્યાલય ઉકાઈ, તા.સોનગઢ ખાતે રોડ સેફ્ટી વિષયક જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહાયક મોટર વાહન નિરીક્ષક્શ્રી જે.એ મેવાડા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા માર્ગ સલામતિ અને ટ્રાફિક નિયમન બાબતે માહિતી આપવામાં આવી હતી. જીવન સાધના વિદ્યાલય ઉકાઈના શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિકનાં નિયમોની જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે આર.ટી.ઓ તેમજ માર્ગ સલામતિ બાબતે હર હંમેશ આ કામગીરી થાય તેમ હાકલ કરવામાં આવી હતી, તેમજ આ પ્રકારનાં કાર્યક્રમો અવારનવાર યોજવા માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં એ.આર.ટી.ઓ, કર્મચારીઓ, સિક્ષક અને  વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Exit mobile version