Site icon Gramin Today

જીલ્લા મથક વ્યારા ખાતે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

“સમગ્ર ગુજરાતમાં તમામ વિકાસના કામો સંપુર્ણ પારદર્શિતાથી પુર્ણ કરવામાં આવી રહ્યા છે.”- પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

વ્યારા ખાતે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ:

ગુજરાત પેટર્ન યોજના હેઠળ 2022-23ના વર્ષ માટે રૂપિયા ૨૭૭૨.૩૯ લાખના કામોનું આયોજન મંજૂર:

વ્યારા-તાપી: આજે તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી અને રાજયકક્ષાના મંત્રી, કૃષિ, ઉર્જા,પેટ્રોકેમિકલ, ગુજરાત સરકાર મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 2021-22ના ચાલુ વર્ષના ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ થયેલ કામોની પ્રગતિની સમીક્ષા તેમજ 2022-23ના વર્ષનું ગુજરાત પેટર્ન હેઠળનું આયોજન મંજૂર કરવા બાબતોને અનુલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી.

       આ બેઠકમાં માન.પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, તમામ મંજુર થયેલા કામોને ચોક્કસાઇ પુર્વક અને ઝડપથી પુર્ણ કરવા તમામ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. તેમણે વધુમાં ઉપસ્થિત પદાધિકારીશ્રીઓને જણાવ્યુ હતું કે, સમગ્ર ગુજરાતમાં તમામ વિકાસના કામો સંપુર્ણ પારદર્શિતાથી પુર્ણ કરવામાં આવી રહ્યા છે. સરકારી ખાતામાં એક કોઇ પણ ચિજવસ્તુ ખરીદવા માટે GEM પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી ખોટા મતભેદોથી દુર રહી સરકારી તંત્રની કામગીરીમાં સાથ સહકાર આપવા ખાસ અનુરોધ કર્યો હતો. 

      તાપી જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ પદાધિકારીઓ સહિત મંત્રીશ્રીને જિલ્લામાં વરસાદની પરિસ્થિતી તથા સ્થળાંતર કરેલ લોકોની વિગતો, બચાવ કામગીરી, અને વરસાદના કારણે થયેલ નુકશાનના ચુકવણા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. 

બેઠકમાં ગત વર્ષના રૂપિયા ૬૫.૨૦ લાખના કામોને વહેલી તકે પુરા કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સુચનો કર્યા હતા. તથા ગુજરાત પેટર્ન યોજના હેઠળ 2022-23ના વર્ષ માટે રૂપિયા ૨૭૭૨.૩૯ લાખના કામોનું આયોજનને બહાલી આપી મંજુર કરવામાં આવ્યા હતા. 

સમગ્ર બેઠકનું સંચાલન પ્રાયોજન વહીવટદારશ્રી અંકિતા પરમારે પ્રેઝનટેશનના માધ્યમથી સૌને આયોજન અંગે માહિતગાર કર્યા હતા. 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, ડીએફઓ આનંદ કુમાર, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઇ ડોડીયા, પુનાજીભાઇ ગામીત, સુનિલભાઇ ગામીત, ડિઆરડીએ ડાયરેકટરશ્રી અશોક ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવી, વ્યારા પ્રાંત આર.સી.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version