Site icon Gramin Today

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટી(DLCC)ની બેઠક યોજાઈ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ સુરત ફતેહ બેલીમ

જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટી(DLCC)ની બેઠક યોજાઈ:

સુરત:શુક્રવાર. જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાનેે ડિસ્ટ્રિક્ટ લેવલ કો-ઓર્ડિનેશન કમિટીની કામગીરીની સમીક્ષા માટેની બેઠક યોજાઈ હતી. જેમાં નેશનલ તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત કરેલી દંડની વસુલાત, જનજાગૃત્તિ પ્રવૃત્તિઓ અને સ્કૂલ પ્રોગ્રામ બાબતે સમીક્ષા કરી કલેક્ટરશ્રી દ્વારા ભવિષ્યમાં કરવાની કામગીરીને અનુલક્ષીને ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અનિલ પટેલ, જિલ્લા આર.સી.એચ.ઓ ડૉ. પિયુષ શાહ તેમજ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરિચત રહ્યા હતા. જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત તેમજ નેશનલ પ્રોગ્રામ ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ: 

સુરત:  જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ, સંચારી રોગ અટકાયત તેમજ નેશનલ પ્રોગ્રામ ઓફ કલાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થની કામગીરી અંગે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વર્ષ ૨૦૨૨ અંતર્ગત કોવિડ-૧૯, H3N2 વાયરસ, લેપ્ટોસ્પાયરોસીસ સિઝનલ ફ્લુ તેમજ કૃષિત પાણીજન્ય રોગોમાં નોંધાયેલા કેસો અને સંચારી રોગોના અટકાયતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ ઉનાળાની શરૂઆતથી જ હિટ વેવના લક્ષણો અને તેના ઉપાય અંગે લોકજાગૃતિ, પ્રચાર-પ્રસાર કરવા અંગે કલેક્ટરશ્રી દ્વારા માર્ગદર્શન અને યોગ્ય સૂચનો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બીકે વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અનિલ પટેલ,જિલ્લા આર.સી.એચ.ઓ ડૉ. પિયુષ શાહ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા.

Exit mobile version