Site icon Gramin Today

જય આદિવાસી મહાસંઘ ગુજરાતનાં એકમ અને કાનૂની સહાય સામાજિક વિકાસ કેન્દ્ર દ્વારા જરૂરતમંદ લોકોને મદદ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ બ્યુરો રામુભાઈ મહાલા.

કોરોના મહામારીની વચ્ચે  લોકડાઉન પરિસ્થિતિમાં  જય આદિવાસી મહાસંઘ ગુજરાતનાં ડાંગ એકમ અને રાજપીપળા સમાજ સેવા મંડળ  સંચાલિત કાનૂની સહાય સામાજિક વિકાસ કેન્દ્ર, આહવા  દ્વારા જરૂરતમંદ લોકોને ડાંગ જીલ્લામાં કરવામાં આવ્યુ  અનાજકીટ  નું વિતરણ: લોકડાઉન પરિસ્થિતિમાં લોકોને જીવન જીવવા પડી રહેલ સમસ્યાઓ  વચ્ચે ડાંગ જીલ્લાનાં  આહવા, સુબિર અને વઘઈ તાલુકાનાં અનેક  વિસ્તારમાં જરૂરતમંદ ૫૫૦ લોકોને અનાજકીટનું કરવામાં આવ્યું વિતરણ,

ડાંગ જીલ્લામાં જય આદિવાસી મહાસંઘ ગુજરાતનાં ડાંગ એકમ અને રાજપીપળા સમાજ સેવા મંડળ સંચાલિત કાનૂની સહાય સામાજિક વિકાસ કેન્દ્ર, આહવા  દ્વારા જરૂરતમંદ લોકોને જેમ કે  નિરાધાર, વિધવા, ઐકાંકી જીવતાં વયોવૃદ્ધ, જમીન વગરનાં, સ્થળાંતર થયેલાં, અને અતિ ગરીબ પરિવારો, જેમને રોજગારીનો કોઈ વિકલ્પ નથી તેવાં ડાંગ જીલ્લાનાં  આહવા, સુબિર અને વઘઈ તાલુકાનાં અનેક  વિસ્તારનાં  ગરીબ આદિવાસી ભાઈ-બહેનોને જીવન જરૂરિયાતની અનાજ કીટ બનાવીને કરવામાં આવી રહી છે મદદ, આ ભગીરથ સેવા યજ્ઞમાં જય આદિવાસી મહા સંઘ ડાંગના પ્રમુખ સુરેશભાઈ મહાલા તથાં મંત્રી આનંદભાઈ ગાવિત અને તાલુકા સમિતિનાં કમિટી સભ્યો દ્વારા અનાજ કીટ વિતરણ કરી સહયોગ પૂરો પાડયો હતો, આ કીટમાં ૫ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ચણા, ૧ કિલો મગ, ૧ કીલો ખાંડ, ૧ કિલો તેલ સાથે ગ્રામ મસાલા, સાબુ,મીઠું  સાથે એક કીટ દીઠ  ૪નંગ માસ્ક ૧ સેનીટાઈઝર વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે લોકોને સરકારની કોરોના મહામારીમાં બહાર પાડેલી ગાઈડલાઈન્સનું પણ સમજણ  અને રાખવામાં આવતી દરેક સાવધાની અને સાવચેતીનાં પગલાંની સમજણ આપવામાં આવી, આ સમયે જય આદિવાસી મહાસંઘ ગુજરાતનાં ડાંગ એકમ અને રાજપીપળા સમાજ સેવા મંડળનાં સામાજિક કાર્યકરો ધનરાજ ગાંવિત, મિતેશ ગાયકવાડ, એડવોકેટ સુનીલભાઈ ગામીત,હીરાલાલભાઈ પવાર,સવિતાબેન ફોફાન્યા,પંકજ ચૌધરી,લીલાબેન,નીતાબેન સાથે સ્થાનિક આગેવાનો હાજર રહ્યા, સાથે જ કાર્યકર્મનાં અંતે  સ્થાનિક કાર્યકરો  દ્વારા દરેક સેવાર્થ લોકોનો ભગીરથ કામ માટેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

 

Exit mobile version