Site icon Gramin Today

ગુરુવારે ભરાતો હાટ બજાર કોવિડ 19 ની ગાઈડ લાઈન પ્રમાણે ખૂલ્લો મુકાશે;

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા APMC પ્રમુખ તેમજ સંચાલકો દ્વારા વેપારી અને તમામ ખેડૂતો અને જાહેર જનતા માટે સૂચના આપવામાં આવી હતી.

કોવિડ-19 ની મહામારી ના લીધે ડેડીયાપાડા હાટ બજાર બંધ થયેલ હતો, જે તારીખ 22 જુલાઈ ગુરુવાર ના રોજ રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવાશે. APMC સંચાલકો દ્વારા કોવિડ- 19 ના લીધે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવું, માસ્ક ફરજીયાત પહેરવુ, સેનીટાઇઝર રાખવા વગેરે નિયમો ચુસ્તપણે પાલન કરવાના રહેશે. તેમજ દરેક વેપારી ખેડૂતે આધાર કાર્ડ બતાવીને પ્રવેશ કરવાનો રહેશે. સુરત તેમજ વડોદરા જેવા બહાર થી આવનાર શહેરી વેપારીઓને કોરોના મહામારીને કારણે પ્રવેશ નહિ આપવામાં આવે તેવી જાહેરાત પણ કરવામાં હતી. APMC ના નવા ચૂંટાયેલા પ્રમુખ વત્સલા બહેને આ બાબતે માહિતી આપી હતી.

Exit mobile version