Site icon Gramin Today

ગુરુકુલ સુપા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ લીધી શુભેચ્છા મુલાકાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત

 પ્રાચિન ભારતમાં સંસ્કાર અને શિક્ષણક્ષેત્રે ગુરુકુલ પરંપરાનું આગવું યોગદાન રહયું છે:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

 નવસારીઃ  નવસારી જિલ્લાના સુપા ગામે ગુજરાત ગુરુકુલ સભા દ્વારા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ ખાતે યોજાયેલા સમારંભમાં રાજ્યપાલશ્રીઍ જણાવ્યું હતું કે, પ્રાચિન ભારતમાં સંસ્કાર અને શિક્ષણક્ષેત્રે ગુરુકુલ પરંપરાનું આગવું યોગદાન રહયું છે.
રાજયપાલશ્રીઍ જણાવ્યું હતું કે, વૈદિક વિચારધારાની પરંપરાને જાળવી રાખી, અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સમાજમાં માનવકલ્યાણના કાર્યમાં સહયોગી બની ઉન્નતિના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. સારું કામ કરીઍ તો સમાજનો સહયોગ મળે જ છે અને કોઇપણ પ્રયાસ પૂરી ઇમાનદારી અને સાચી દિશામાં કરવાથી સકારાત્મક પરિણામ અવશ્ય મળે છે તેમ જણાવી ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં ગુરુકુળની સ્થાપના થાય તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કાર દ્વારા પૂર્ણ વ્યક્તિનું નિર્માણ થાય છે. રાજયપાલશ્રીઍ સ્વાસ્થ્ય સાથે સંસ્કારી શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂકયો હતો. તેમણે પોતના વતન હરિયાણાના ગુરુકુલ કુરુક્ષેત્રની વિકાસગાથા વર્ણવતા કહયું હતું કે, ૧૯૮૧ માં ૭૫ બાળકોથી શરૂ કરેલું ગુરુકુલને લોકસહયોગ અને સખત મહેનતના પરિણામે આજે શ્રેષ્ઠ બની રહયું છે. અને આઠ હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાઇનમાં રહે છે. રાજયપાલશ્રીઍ ગુરુકુલ પરિસરની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો અને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડાહયાભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વપ્રમુખ જયંતિભાઇ પટેલે કર્યું હતું. ગુરુકુલ સુપાના ટ્રસ્ટી મંડળ દ્વારા રાજ્યપાલશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી.
આ અવસરે સંસ્થાના પ્રમુખશ્રી આશીષભાઈ નાયક, ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીગણ, ગુરુકુલ પરિવાર, બાળકો, અગ્રણીઓ હાજર રહયાં હતા.     #રાજ્યપાલ ગુજરાત #graminTODAY #todaygramin (The voice of gramin Bharat) #ડિજિટલઇન્ડિયા #ગોગ્રીનઇન્ડિયા #પેપેરલેસઇન્ડિયા #Digitalindia #gogreenindia #paperlessindia #social media #online media #social media news

Exit mobile version