Site icon Gramin Today

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને IT, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાતની મુલાકાતે: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાતની મુલાકાતે: 

આગામી 3 દિવસમાં અનેક સ્થળોની મુલાકાત લેશે અને  સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને સાહસિકો સાથે વાર્તાલાપ કરશે:

નાના અને મધ્યમ ઉદ્યોગોના ડિજિટાઇઝેશનને પ્રોત્સાહિત કરવા માટે નાસ્કોમ પોર્ટલ શરૂ કરશે:

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાત રાજ્યના 3 દિવસના સત્તાવાર પ્રવાસે આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. મંત્રીશ્રી અમદાવાદ અને ગાંધીનગરની 3 યુનિવર્સિટીઓની મુલાકાત લેતા સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ કરશે. શ્રી રાજીવ ચંદ્રશેખરે તેમના સોશિયલ મીડિયા પર તેમની મુલાકાત વિશે પોસ્ટ કર્યું “હું ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવી રહ્યો છું જ્યાં હું અનેક યુવા વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ સાહસિકો સાથે મુલાકાત કરીશ. હું અમદાવાદમાં જ્યાં જન્મ્યો હતો તે ઘરની મુલાકાત પણ 50 વર્ષથી વધુ સમયમાં પ્રથમ વખત લઈ રહ્યો છું – જૂની યાદો”.

રાજીવ ચંદ્રશેખરનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તેમના દાદાનું નવરંગપુરા વિસ્તારમાં મકાન હતું. મંત્રી આવતીકાલે તેમનાં જૂનાં ઘરની મુલાકાત લે તેવી શક્યતા છે.

ત્યારબાદ, મંત્રીશ્રી નાના અને સૂક્ષ્મ સાહસો અને સ્ટાર્ટઅપ્સ સાથેના કાર્યક્રમમાં હાજરી આપશે અને નાસ્કોમના એસએમઈ પોર્ટલને લોન્ચ કરશે. પોર્ટલનો ઉદ્દેશ SMEs તેમજ સ્ટાર્ટઅપ્સને એક મંચ પર એકસાથે લાવવાનો છે જેથી SMEsને ડિજિટલ અપનાવવા અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન મળે.

ત્યારબાદ તેઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ચાંદખેડાની મુલાકાત લેશે. મંત્રીશ્રી પોતે ટેકનોક્રેટમાંથી ઉદ્યોગસાહસિક બન્યા છે, તેઓ યુનિવર્સિટીમાં અને તેના ઇન્ક્યુબેશન સેન્ટરમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ આંત્રપ્રિન્યોર્સ સાથે વાર્તાલાપ કરશે અને તેઓ “ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ટેકેડ ઑફ ઑપર્ચ્યુનિટીઝ” પર પ્રેઝન્ટેશન આપશે.

રાજ્યમંત્રી 22 મેના રોજ નવરંગપુરામાં ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લેશે અને ત્યારબાદ ગાંધીનગરમાં નોલેજ સેન્ટર કોરિડોરમાં પંડિત દીન દયાલ એનર્જી યુનિવર્સિટીની મુલાકાત લેશે.

23 મેના રોજ, રાજ્ય મંત્રીશ્રી  ખારેલ એજ્યુકેશન કેમ્પસ અને એ.એમ.નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર, નવસારીની મુલાકાત લેશે.

પ્રસંગવશાત્, શ્રી રાજીવ ચંદ્રશેખરનું પ્રારંભિક બાળપણ અમદાવાદ શહેરમાં તેમનાં માતા અને પિતા સાથે વીત્યું હતું જેઓ તે સમયે ભારતીય વાયુસેનાના અધિકારી હતા.

 

Exit mobile version