ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી પુરષ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સીટી સંચાલિત તાપી જીલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ‘બાગાયત એક ઉદ્યોગ’ વિષય ઉપર ખેડૂત કાર્યશાળા યોજવામાં આવી, રાષ્ટ્રીય બાગાયત બોર્ડ અમદાવાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાનાં સહયોગથી ખેડૂત કાર્યશાળામાં જીલ્લાનાં ૧૩૫ ખેડૂત ભાઈ/બહેનોએ ભાગ લીધો, આ કાર્યક્રમનાં મુખ્ય અતિથી શ્રી હિતેશ જોશી પ્રાંત અધિકારીશ્રી તાપીનાં અધ્યક્ષપણે યોજાયો, તેઓએ ખેડુતોને હેતુ માર્યાદિત ન રાખતા તેનો વ્યાય વધે તે માટે સર્વેને ઉજાગર કાર્ય હતા, આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત મહેમાનો તથા ખેડૂતોને આવકાર્યા હતા, વધુમાં તેમણે તાપી જીલ્લામાં બાગાયતી પાકોનો તબક્કાવાર વ્યાપ વધે અને ખેડૂતોની આવક બમણી કરી શકાય માટે માહિતગાર કાર્ય હતા, રાષ્ટ્રીય બાગાયતનાં ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી. લક્ષ્મણસીંહજી હાજર રહ્યા તેમણે બાગાયતી પાકો તેમજ નેટ હાઉસઅને ગ્ર્રીન હાઉસ પર મળતી સરકારની ખેડૂતલક્ષી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી, ગુજરાત રાજ્ય બાગાયત વિભાગની ઉપલબ્ધ જુદી જુદી યોજના વિષે વિસ્તૃત માહિતી નિકુંજ પટેલ નાયબ બાગાયત નિયામકશ્રી તાપી દ્વારા આપવામાં આવી, ડો. ધર્મિષ્ઠા એમ. પટેલ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સીટી સશોધિત બાગાયતી પાકો માટે આધુનિક તકનીકો વિષે જાણકારી આપી અને ખેડૂતોને મુજવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું, સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડો. પટેલ દ્વારા કરવામાં આવ્યું,