Site icon Gramin Today

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “સર્ટીફીકેટ કોર્ષ ફોર ઇનસેક્ટીસાઇડ ડીલર્સ ડીસ્ટ્રીબ્યુટર્સ” તાલીમ વર્ગનો બેચ પૂર્ણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

કૃષિ ઉત્પાદનોમાં રસાયણોના આડેધડ ઉપયોગ કરવા બાબતે  નિયંત્રણ જરૂરી: ડૉ. સી.કે.ટીંબડીયા

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે ૧૨ અઠવાડીયા (અઠવાડિયામાં એક દિવસ) નો “સર્ટીફીકેટ કોર્ષ ફોર ઇનસેક્ટીસાઇડ ડીલર્સ ડીસ્ટ્રીબ્યુટર્સ” નો તાલીમ વર્ગ ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં તાપી જિલ્લાના કુલ ૩૫ ઇનપુટસ ડીલર્સ ડીસ્ટ્રીબ્યુટર્સએ ભાગ લીધો હતો.

કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી અને નવસારી કૃષિ યુનિવર્સિટીના માન વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. સી કે ટીંબડીયાએ ઇનસેક્ટીસાઇડ ડીલર્સને સંકલિત રોગ-જીવાત નિયંત્રણ વિશે સમજાવતા ખેતી પાકો પર થતા અત્યંત ઝેરી કૃષિ રસાયણોનાં આડેધડ ઉપયોગ અટકાવવા અંગે ભાર પૂર્વક જણાવ્યુ હતું. તેમજ વધુ પડતા કૃષિ રસાયણોના ખેતીમાં ઉપયોગને કારણે આવતી પેઢીને ભોગવવા પડતાં આર્થિક અને શારોરિક નુકશાન અંગે જાગૃત કર્યા હતા. ઉપરોક્ત કાર્યને  ડીલર્સ માટે સમાજ સેવાની ખુબજ મોટી તક ગણાવી હતી. તેઓએ કેવિકે, વ્યારાની કામગીરી બિરદાવતા આનંદની લાગણીઓ  વ્યક્ત કરી હતી,

કાર્યક્રમની શરૂઆતમાં કેવિકના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો..સી.ડી પડયાએ બધાને આવકારી તાલીમનો મુખ્ય હેતુ સમજાવ્યો હતો, કવિકેના વૈજ્ઞાનિક ડૉ.એસ.કે.ચાવડાએ આ તાલીમ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવેલ વિવિધ વિષયોની સમજ આપી હતી. આ તાલીમ કાર્યક્રમ હેઠળ જંતુનાશક દવાઓનો કઇ રીતે કાળજી પુર્વક વપરાશ તેમજ વપરાશ કર્યા બાદ જંતુનાશક દવાઓના કન્ટેઇનર્સ નો નિકાલ કરી શકાય એ અંગે ઉંડાણપુર્વક સમજ આપી.

કાર્યક્રમના અંતે પ્રથમ બેચમાં ઉત્તિર્ણ થયેલ તાલીમાર્થીઓને મુખ્ય મહેમાનશ્રીના હસ્તે  સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. અને ભૂતપુર્વ તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા, સમગ્ર  કાર્યક્રમનું સંચાલન પ્રો.કે.એન.રાણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) એ કર્યું હતું જ્યારે આભારવિધિ એસ કે ચાવડા, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) એ કરી હતી.

Exit mobile version