શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ માંગરોળ કરુનેશભાઈ
ઝંખવાવ ગામે ૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ના નવા ભવનનું લોકાર્પણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું.
GIPCL રચિત દીપ ટ્રસ્ટ દ્વારા રૂ. ૨૫ લાખના ખર્ચે નિર્માણ થયેલ સ્કીલલેબ અને લાઇબ્રેરી નું લોકાર્પણ થયું ઝંખવાવ ગામે ઉદ્યોગિક તાલીમ સંસ્થાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું, કુલ રૂપિયા ૩ કરોડના ખર્ચે ઔદ્યોગિક તાલીમ સંસ્થા નું નવું બિલ્ડીંગ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ આજરોજ કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા હસ્તે થયું હતું આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ દીપકભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ ગામીત ન્યાય સમિતિના અધ્યક્ષ મુકેશ ચૌહાણ, ઉમેદભાઈ ચૌધરી ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા, સુરત જિલ્લાના સિંચાઇ સમિતિના અધ્યક્ષ સામસીગભાઈ વસાવા, માજી સિંચાઇ સમિતિના અધ્યક્ષ. શાંતિલાલ ભાઈ વસાવા, ભાજપના મહામંત્રી અમિષ ભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉદ્યોગિક તાલીમ સંસ્થામાં માંગરોળનાં નાની નરોલી સ્થિત જી આઈ પી સી એલ કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા રૂ. ૨૫ લાખના ખર્ચે સ્ક્રીલલેબ (કૌશલ્ય પ્રયોગશાળા) અને લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે બંને ઈમારતનું લોકાર્પણ મંત્રીશ્રીના વરદ હસ્તે થયું હતું આ પ્રસંગે જી આઈ પી.સી.એલ દીપ ટ્રસ્ટ ના સી .ઈ. ઓ .નરેન્દ્રભાઈ પરમાર મેનેજર એન પી વઘાસિયા અદ્યોગિક તાલીમ સંસ્થાનનાં આચાર્ય રેખાબેન ચૌધરી સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગના સાક્ષી બન્યાં હતાં.