Site icon Gramin Today

એલસીબી પીઆઇ અલ્પેશ પટેલને DGP ના હસ્તે પ્રસંશાપત્ર આપી સન્માનિત કરાયા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

નર્મદા જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા એલસીબી પીઆઇ અલ્પેશ પટેલને DGP ના હસ્તે પ્રસંશા પત્ર આપી સન્માનિત કરાયા;

વર્ષ 2021- 22 દરમિયાન નર્મદા જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ;

નર્મદા: DGP’s commendetion Disc 2021” માં ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ બદલ સમગ્ર ગુજરાત માંથી અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરી તા.27/01/2023 ના રોજ ગાંધીનગર ખાતે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પસંદગી પામેલા અધિકારીઓને પ્રસંશા પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં વર્ષ 2021- 22 દરમિયાન ફરજ બજાવતા નર્મદા એલસીબી પીઆઈ અલ્પેશ પટેલને પણ તેમની કામગીરી બદલ આ પ્રશંસા પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2021-22 દરમિયાન નર્મદા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) માં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા અલ્પેશ પટેલ પ્રમાણિક અને હોંશિયાર અધિકારી તરીકે ની છાપ ધરાવતા અને સુપરકોપ તરીકે ઓળખાતા પો.ઈ. અલ્પેશ પટેલએ પોતાના ફરજ કાળ દરમિયાન નર્મદા જિલ્લામા નાના મોટા ગુનાઓનો ભેદ ઉકેલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમની LCB પો.ઇન્સ તરીકેના ત્રણ વર્ષના કાર્યકાળમા એ.એમ.પટેલે ગુનેગારોમા ભય પ્રસરાવી દીધો હતો. અને પોતાની ટેકનીકલ સ્કિલ અને પોતાના સ્ટાફના મજબૂત ઇન્ફોર્મેશન નેટવર્ક અને વિશ્વાસુ જવાનોની સંયુક્ત કામગીરીએ નર્મદા જિલ્લાને મહદ અંશે ગુનાખોરી મુક્ત કરવામાં સફળતા મેળવી હતી.

ત્યારે તેમની આ કુશળ કામગીરી ધ્યાને લઈ તા. 27 મી, જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે એકેડમી કરાઈ પોલીસ સમિટ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં DGP’s commendetion Disc 2021 માં સમગ્ર ગુજરાત માંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ પૈકી વર્ષ 2021-22 માં નર્મદા જિલ્લા એલસીબીમાં ફરજ દરમિયાન કરેલી પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેકટર અલ્પેશ પટેલને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય (DGP) દ્વારા પ્રસાંશા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version