Site icon Gramin Today

ઉધના અને કતારગામ ઝોનના વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લેતાં મ્યુ.કમિશનર:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર

સુરતના  ઉધના અને કતારગામ ઝોનના વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લેતાં મ્યુનસિપલ કમિશનર:

સુરત: રાજ્યમાં વધી રહેલાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજ્ય સરકાર કોરોના પર નિયંત્રણ લાવવા પૂરતા પ્રયત્નો તેમજ જરૂરી પગલાઓ લઇ રહી છે, ત્યારે તા.૧૭મી માર્ચના રોજ મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના કતારગામ તેમજ ઉધના ઝોનમાં આવેલા ખાનગી વેક્સિનેશન સેન્ટરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે આ કેન્દ્રો પર થઈ રહેલા કોરોના પ્રતિરોધક રસીકરણ અંગે જાતમાહિતી મેળવી જરૂરી સૂચના આપી હતી.    

 નોંધનીય છે કે, વિવિધ સમાજના અગ્રણીઓ તથા સામાજિક સંસ્થાઓના સહયોગ દ્વારા કતારગામ અને ઉધના ઝોન ખાતે રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેની મુલાકાતે આવેલા મ્યુ.કમિશનરશ્રીએ રસીકરણની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી પ્રત્યેક નાગરિકો વેક્સીન મેળવે તેમજ કોરોના સામેની લડાઈને વધુ વેગવાન બનાવવા સહયોગ આપી માસ્ક અચૂક પહેરવા અનુરોધ કર્યો હતો.

Exit mobile version