Site icon Gramin Today

ઉત્તર બુનિયાદી વિદ્યાલય બિલવણ મુકામે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા યોજાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉંમરપાડા રઘુવીર વસાવા

ઉમરપાડા: સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની એક સંકલન બેઠક જિલ્લા સંઘના પ્રમુખ  કિરીટભાઇ પટેલની અઘ્યક્ષતામા ઉત્તર બુનિયાદી વિદ્યાલય બિલવણ તાલુકા ઉમરપાડા મુકામે રાખવામાં આવેલ હતી, આ સંકલન મિટિંગમા પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદ ભાઈ ચૌધરી, વિશ્વજીત ભાઈ ચૌધરી, એરિક ભાઈ ખ્રિસ્તી , મોહનસિંહ ખેર, અનિલભાઈ ચૌધરી, બળવંત પટેલ, પ્રફુલભાઇ પટેલ, દિનેશ ભટ્ટ, ઇમરાન ખાન પઠાણ, બિપીનભાઈ વસાવા, ચેતનભાઈ પ્રજાપતિ, દિનેશ ભાઈ સોલંકી, રીના રોઝલીન, દરેક તાલુકા સંઘના પ્રમુખ મંત્રી હાજર રહ્યા હતા, શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ હતી જયારે સ્વાગત પ્રવચન રામસીંગભાઇ વસાવા એ કરેલ હતુ, ઉપસ્થિત જિલ્લા સંઘ તેમજ નવા વરાયેલા તાલુકા સંઘના પ્રમુખ, મંત્રીનુ સાલ ઓઢાડી મહાનુભવો દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ,  કિરીટ ભાઈ પટેલ પોતાના પ્રવચન મા જણાવેલ કે સંગઠન ની ખુમારી (ખુદ્દારી )વેચશો નહી વેચીશુ ત્યારે સંગઠન ને અસર થશે કેટલાક વિધ્ન સંતોંસી અન્ય સંગઠનની વાત કરેછે, પરંતુ મારાં જિલ્લામા આવુ કોઈ સંગઠન નથી જે બદલ દરેક શિક્ષકોનો આભાર માનેલ હતો તેઓ એ એકમ કસોટી બાબતે વાત કરી હતી, જૂથ વીમા તેમજ જી. પી. એફ. આખરી ઉપાડ બાબતે ચેક લિસ્ટ મુજબજ માહિતી મોકલવી કે જેથી સરળતા રહે એમ જણાવેલ તથા પગારની ગ્રાન્ટ બાબતે સરકારશ્રી નો આભાર માનેલ હતો, આ ઉપરાંત ઉચ્ચતર પગાર ધોરણ બાબત, તેમજ એચ ટાટના આર. આર. બાબતે પણ વાત કરેલ હતી આભારવિધિ પ્રફુલ ભાઈ એ કરેલ હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ફુલસિંગ વસાવાએ કરેલ હતુ.

Exit mobile version