Site icon Gramin Today

આહવાની સરદાર વિદ્યાલયના બાળકોએ લીધી વિવિધ કચેરીઓની મુલાકાત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

ડાંગ જીલ્લાના મુખ્ય  મથક આહવાની સરદાર વિદ્યાલયના બાળકોએ લીધી  ડાંગ જીલ્લાની  વિવિધ કચેરીઓની મુલાકાત:

આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા સરદાર વિદ્યાલયના બાળકોએ, જિલ્લા વહીવટી તંત્રની જુદી જુદી કચેરીઓની મુલાકાત લીધી હતી.

 

બાળકો અભ્યાસ સાથે અન્ય પ્રવૃત્તિઓથી વાકેફ થાય, જુદી જુદી સરકારી વિભાગો, સંસ્થાઓની કામગીરીથી તેઓ પરિચિત થાય તેવા હેતુસર આયોજિત, સરકારી કચેરીઓની મુલાકાતના આ કાર્યક્રમ દરમિયાન શાળા શિક્ષકો સાથે વિદ્યાર્થીઓએ, આહવાની કોર્ટ તથા જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લીધી હતી.

 

માહિતી કચેરીની મુલાકાત વેળા ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગારે, બાળકોને માહિતી ખાતાની કામગીરી થી વાકેફ કર્યા હતા. આજનાં મુલાકાત કાર્યક્રમ દરમિયાન બાળકો તથા શિક્ષકોએ સંવાદ સાધતા અનેકવિધ જાણકારી મેળવી હતી.

Exit mobile version