Site icon Gramin Today

આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારની મદદે આવી સેવાભાવિ સંસ્થા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  તાપી કીર્તનકુમાર

પતિનું રોડ અકસ્માતમાં મૃત્યુ થતાં આદિવાસી વિધવા બહેન અને પરિવારને વહારે આવી સેવાભાવિ સંસ્થા:

સોનગઢ તાલુકાના જુનવાણ ગામના નિકુંજાબેન ફ્રાન્સીસભાઈ ગામીતના પતિ ફ્રાન્સીસ ભાઈ બાબુ ભાઈ ગામીતનું ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ મદાવ ગામમાં રોડ અકસ્માત દરમિયાન  મૃત્યુ થયું હતું . જે બાદ વિધવા બહેનના બે નાના બાળકો ની જવાબદારી એકલા માથે આવી પડી હતી. પરંતુ કોઈ રોજગાર ના હોવાથી એમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જવા પામી હતી. જેની જાણ જૂનવાણ ગામના ઉમેશભાઈ ને થતા એમણે હ્યુમન અલાયન્સ ચેરીટેબલના પ્રમુખ અંકિત ગામીતને જાણ કરતાં ટ્રસ્ટ દ્વારા બે મહિના નું કરિયાણું તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરું પાડવામાં આવી છે. તેમજ એમને રોજગાર અપાવવા માટે તેમજ સરકારી સહાય મળે એ માટે પણ ટ્રસ્ટ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. એમને રોજગાર ના મળે ત્યાં સુધી કરિયાણું તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરું પાડવા માટે ની જવાબદારી લીધી છે. તેમજ ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા ના માધ્યમ થી પણ આદિવાસી વિધવા બહેન માટે મદદ કરવા માટે ની અપીલ કરવામાં આવી છે. અને લોકો સંસ્થાને મદદ રૂપ થઇ રહ્યા છે, હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ એ સેવાભાવી સંસ્થા છે. જે તાપી વિસ્તારમાં  દ્વારા બ્લડ ડોનેશન, રોટી બેંક- ભૂખ્યા ને ભોજન, સમાજ સેવા, શિક્ષણ, પર્યાવરણ જાળવણી અને રક્ષણ, જરૂરીયાત મંદ લોકો ને કપડા તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ વગેરે જેવી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.

Exit mobile version