Site icon Gramin Today

‘આત્મનિર્ભર ગુજરાત” સહાય યોજનાના ફોર્મ મેળવવા લાંબી કતારોમાં ગુજરાત!

શ્રોત:ગ્રામીણ ટુડે વેબ મીડિયા ટીમ,
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ મેળવવા લાંબી કતારોમાં જોવાં મળ્યું ગુજરાત, આખા રાજ્યભરમાં બેંકો સામે લાગી લાઈનો; સોસિયલ ડીસ્ટનસનાં નિયમોનું ઉલંઘન, તંત્ર બન્યું મુક દર્શક;
મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી રાજ્યના નાના વેપારીઓ, કારીગરો અને મજૂર વર્ગના ધંધા-રોજગારને પુન:પાટા પર લાવવાના ઉદ્દેશ્યથી “આત્મનિર્ભર ગુજરાત સહાયતા યોજના”ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 2 ટકાના વાર્ષિક વ્યાજે 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોન માટે આજથી ફોર્મ વિતરણની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજ્યના અનેક શહેરોમાં સહકારી બેંકોની બહાર લોનના ફોર્મ લેવા માટે લાંબી લાઈનો લાગી હતી. ઘણી બેન્કોએ ફોર્મ નથી આવ્યાંનાં લગાવ્યાં પાટિયા! લોક ડાઉન વચ્ચે લોકો અટવાયાં,

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, તારીખ ૨૧થી શરૂ કરીને આગામી 31-ઓગસ્ટ સુધી અરજી કરીને લાભ ઉઠાવી શકાશે. આ અરજી રાજ્યની અંદાજે 1 હજાર જેટલી જિલ્લા સહકારી બેંકની શાખાઓ, 1400 શહેરી સહકારી બેંક અને 7 હજારથી વધુ ક્રેડિટ સોસાયટી સહિત 9 હજાર સ્થળો પરથી કરી શકાશે. જેમાં ધોબી, નાયી, પ્લંબર, ઈલેક્ટ્રિશિયન, નાના દુકાનદાર, રિક્ષા ચાલકો જેવા લોકોને લોન આપવામાં આવશે

આ યોજના અંતર્ગત મળેલી લોનમાં પ્રથમ 6 મહિના સુધી કોઈ હપ્તો નહી ભરવાનો રહે. આ યોજના હેઠળ લોન મેળવવા માટે આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, ચૂંટણી કાર્ડ, છેલ્લુ લાઈટ બિલ, બેંક પાસબુકની ઝેરોક્ષ કોપી, વ્યવસાયનો પુરાવો અને બાંહેધરી પત્રની જરૂર પડશે.
મળતી માહિતી મુજબ ૬ કરોડ ગુજરાતની વસ્તીમાં માત્ર ૧૦લાખ લોકો જ માટે આ યોજનાં જાહેર કરાય છે ત્યારે જોવું રહ્યું કેટલાં સામાન્ય લોકોને આ યોજનાં દ્વારા આત્મનિર્ભર થાય છે? તે સમય બતાવશે!

Exit mobile version