શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
ગાંધી વિદ્યાપીઠ વેડછીની બી.એડ કોલેજમાં વિદ્યાર્થીઓએ ઉભા ઝાડુ બનાવ્યા;
વ્યારા-તાપી : દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં ૭૫ અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાપી જિલ્લાના ગાંધી વિદ્યાપીઠ વેડછીની બી.એડ કોલેજમાં “ગાંધી સપ્તાહ” તરીકે વિવિધ કાર્યક્ર્મોના આયોજન દ્વારા ઉજવણી કરી રહ્યા છે. જેમાં આજરોજ વિદ્યાર્થીઓએ સફાઇ માટેના ઉભા ઝાડુ બનાવ્યા હતા.
ઘર બહારની સ્વચ્છતા માટે હાથ ઝાડુ કરતા ઉભા ઝાડુનું વિશેષ મહત્વ છે. વૈજ્ઞાનિક અને સુઘડતાની દ્રષ્ટિએ પણ ઉભા સફાઇમાં ઝાડુનું મહત્વ વધારે છે. ગાંધી કોલેજના પટાવાળા રમણભાઇએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ સહિત કોલેજના સર્વ કર્મચારીઓને ઝાડુ બનાવવાનું નિદર્શન કરી ઝાડુ બનાવતા શિખવાડ્યું હતું. ત્યાર બાદ સૌએ જાતે સળી છોલી રમણભાઇના માર્ગદર્શન હેઠળ ઝાડુ તૈયાર કર્યા હતા. પોતે સર્જન કર્યાનો આનંદ અને ખુશી સૌના મુખ ઉપર જોઇ શકાતી હતી. આ ઝાડુને બનાવટ ગૃહ ઉદ્યોગમા પણ સમાવી શકાય છે જે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ ઉપયોગી સાબીત થઇ શકે છે.