Site icon Gramin Today

આચાર્ય મનુભાઈ ગાવીત વયનિવૃત થતા ભવ્ય સન્માનની સાથે વિદાઈ સમારોહ યોજાયો: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે 

જનતા હાઇસ્કુલ શામગહાનનાં આચાર્ય મનુભાઈ ગાવીત વયનિવૃત થતા ભવ્ય સન્માનની સાથે વિદાઈ માન સમારોહ યોજાયો: 

સાપુતારા: ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મૂળ માછળી ગામનાં રહેવાસી એવા મનુભાઈ.જી.ગાવીત જેઓ વર્ષ 2006માં અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ દોડીપાડા સંચાલિત જનતા હાઇસ્કુલ શામગહાન ખાતે આચાર્ય તરીકે નિમણૂક થયા હતા.મનુભાઈ ગાવીતની જનતા હાઈસ્કૂલ શામગહાન ખાતે આચાર્ય તરીકેની 17 વર્ષની નોકરી દરમ્યાન શિક્ષણ ક્ષેત્રેની ગુણવત્તા સભર ઉત્કૃષ્ટ કામગીરી સૌ કોઈને ઉડીને આંખે વળગી હતી.

ડાંગ જિલ્લાની જનતા હાઇસ્કુલ શામગહાન ખાતે વર્ષ 2006થી મનુભાઈ ગાવીતે આચાર્ય તરીકેનો કાયમી ચાર્જ સંભાળતા એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડમાં આ શાળા 100 ટકા પરીણામ સાથે ઝળકી ઉઠી હતી. જનતા હાઈસ્કૂલ શામગહાન શાળામાં આદિવાસી બાળકો માટે શિક્ષણની જ્યોત પ્રગટાવનાર તથા શાળામાં બાળકો માટે માતા અને કલ્પવૃક્ષની ભૂમિકા ભજવનાર આચાર્ય મનુભાઈ ગાવીત વયનિવૃત થતા અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ શિવરામભાઈ ખેરાડ, મંત્રી જાનાભાઈ ગાયકવાડ, ઉપપ્રમુખ રામજુભાઈ પોસ્લ્યા સહિત ટ્રસ્ટીઓ દ્વારા નિવૃત થઈ રહેલા આચાર્ય મનુભાઈ ગાવીતને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર એનાયત કરી શાલ ઓઢાડી સુખમય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે તાપી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનાં ઈ.આઈ.ગોવિંદભાઇ ગાંગુર્ડે તથા ડાંગ જિલ્લાનાં આચાર્ય સંઘનાં માજી પ્રમુખ કિશોરભાઈ પટેલ અને હાલનાં આચાર્ય સંઘનાં પ્રમુખ રામાભાઈ ચૌધરીએ આચાર્ય મનુભાઈ ગાવીતની કામગીરીની પ્રસંશા કરી ડાંગ જિલ્લાને એક કર્મશીલ અને સ્પષ્ટવક્તા આચાર્યની ખોટ સાલશેનું જણાવ્યુ હતુ.જનતા હાઈસ્કૂલ શામગહાન ખાતે આચાર્ય મનુભાઈ ગાવીતનાં વયનિવૃત વિદાઈ અને સન્માન સમારોહમાં અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ શિવરામભાઈ ખેરાડ, મંત્રી જાનાભાઈ ગાયકવાડ, ઉપપ્રમુખ રામજુભાઈ પોસલ્યા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ખુશાલભાઈ વસાવા, આહવા તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ કમળાબેન રાઉત, વઘઇ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ શંકુતલાબેન પવાર, ભાજપાનાં આગેવાનોમાં હીરાભાઈ રાઉત, ડાંગ જિલ્લાનાં ગ્રાન્ટેડ શાળાનાં આચાર્યો, ગ્રામજનો, શિક્ષકમિત્રો અને બાળકોએ ઉપસ્થિત રહી અહી વયનિવૃત થઈ રહેલ આચાર્ય મનુભાઈ ગાવીતને મોમેન્ટો, પુષ્પગુચ્છ આપી તથા શાલ ઓઢાડીને આગળનું જીવન સુખમય પ્રદાન થાય તેવી શુભેચ્છાઓ અર્પણ કરી હતી.

Exit mobile version