Site icon Gramin Today

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિનાં તાપી જીલ્લાનાં પ્રમુખ તરીકે નયનકુમાર પટેલની નિમણૂંક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

ગુજરાતની જનતાને માનવ અધિકારની જાગૃતિ અને માનવ અધિકાર હનન વખતે શક્ય તમામ મદદ માટે કાર્યરત  અને યુનાઇટેડ નેશનમાં પોતાનું આગવું સ્થાન ધરાવતી, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને ભારત ભરમાં લાખો સામાજિક કાર્યકરો જોડાયને સમાજ જાગૃતિનાં કામો કરતી  આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિમાં  તાપી જીલ્લાના પ્રમુખ તરીકે વ્યારાના રહીશ સામાજિક યુવા કાર્યકર  નયનકુમાર પટેલની નિમણૂંક કરવામાં આવી છે:

તાપી: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિના સંસ્થાપક ડો. સન્ની શાહ સાહેબ અને નેશનલ પ્રમુખ સાહિલ શાહ, ડો. ઓનકાર વાઈસ ચેરમેન, ભારતના વેસ્ટર્ન ઝોન પ્રમુખ ડો. સુનીલકુમાર ગામીત, રાજ્ય પ્રમુખ સી. બી. ભટ્ટ અને તાપી જીલ્લા કાર્યકારી પ્રમુખ કીર્તન ગામીત અને તાપી જીલ્લા યુવા વિભાગના પ્રમુખ ઈસાકભાઈ ચૌધરીના માર્ગદર્શન મુજબ આજરોજ   તાપી જીલ્લાના પ્રમુખ તરીકે વ્યારાના રહીશ યુવા કાર્યકર  નયનકુમાર પટેલની નિમણૂંક કરવામાં આવી છે:

તાપી જીલ્લામાં માનવ અધિકાર હનનના અને માનવ જાગૃતિના કામોને  હવે વેગ મળશે અમારો તાપી જીલ્લા બોર્ડ સમગ્ર  ગુજરાતમાં આગવો રહે માટે હમો તમામ શક્ય પ્રયાસ  અને લોકોમાં પોતાના હકોની જાગૃતિ બાબતે અમારી ટીમ સતત કાર્યરત રહશે:(IHRCના નવ નિયુક્ત તાપી જીલ્લા પ્રમુખ, નયન પટેલ) 

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિમાં  ભારત અને ગુજરાતમાં નેશનલ બોર્ડ, રાજ્ય બોર્ડ, જીલ્લા બોર્ડ, તાલુકા બોર્ડ, જેવી રચના કરી લોક હિત અને પ્રજા જાગૃતિનાં કામો કરે છે,  ગુજરાતમાં કાર્યરત   ૫૦૦૦ થી વધારે સામાજિક કાર્યકરો અને ૧૫૦૦૦થી વધુ મેમ્બરશિપ ધરાવે છે, આજરોજ  તાપી જીલ્લાના પ્રમુખ તરીકે વ્યારાના યુવા કાર્યકર  નયનકુમાર પટેલની નિમણૂંક કરવામાં આવી  તે બદલ તાપી જીલ્લાનાં માનવ અધિકાર કાર્યકરોમાં આનંદ ની લાગણીઓ પ્રવર્તી હતી:

ટુંક સમયમાં જીલ્લા બોર્ડ ની રચના કરવામાં આવશે જેથી માનવ અધિકાર ની તમામ ઘટનાને મદદ રૂપ થઇ શકાય, માનવ અધિકાર કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશ મળી રહે તેવા તમામ પ્રયાસો કરવામાં આવશેઃ (ડો.સુનીલકુમાર)

 

Exit mobile version