Site icon Gramin Today

સુરત નર્સિંગ એસોસિયેશને સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ

સુરત નર્સિંગ એસોસિયેશને સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલની સુભેચ્છા મુલાકાત લઇ  દીપાવલીપર્વ અને નુતન વર્ષના શુભકામનાઓ પાઠવીઃ

માનસિક દર્દીઓ દ્વારા તૈયાર કરવામા આવેલા ‘દીવડાઓની ભેટ આપીને અનોખી રીતે દીપાવલીની ઉજવણી કરવામાં આવી”

નવી સિવિલના દરેક વોર્ડને રોશનીથી શણગારવામાં આવ્યા છે.

સુરતઃ દીપાવલીના પાવન મહાપર્વ અને નવા વર્ષના પ્રારંભે સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ એસોસિયેશન અને સ્ટાફગણે વર્ષો જુની પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે પણ નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની મુલાકાત લઈને ઉજાસનુ પર્વ સમાજના દરેક વર્ગ માટે ઉમંગ અને ઉન્નતિનુ પર્વ બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે નર્સિંગ એસોસિયેશને અનોખી રીતે આ પરંપરાને આગળ વધારી હતી. અમદાવાદ ખાતેના માનસિક રોગ વિભાગના દર્દીઓ દ્વારા બનાવવામાં આવેલા દીવડાઓની ભેટ સાસંદશ્રીને અર્પણ કર્યા હતા. સાંસદશ્રીએ પણ દર્દીઓ દ્વારા બનાવવામાં આવેલા દિવડાઓની પ્રશંસા કરી તેમના પુનઃવસનની કામગીરીને બિરદાવીને પોતાનો આર્થિક સહયોગ પણ આપ્યો હતો. તેમણે આવનારું વર્ષ સૌના માટે સુખમય, સમૃદ્ધિમય, આરોગ્યદાયક,યશસ્વી નીવડે તેવી જ શુભકામનાઓ પાઠવી હતી.

નર્સિંગ એસોસિયેશન દ્વારા દીપાવલીના પાવનપર્વની અનોખીરીતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સિવિલની સગર્ભા, ધાત્રી માતાઓને ગાયનું ધી, ખજુર અને ગોળ અર્પણ કરવામાં આવ્યો હતો. નવી સિવિલના દરેક વોર્ડને રોશની શણગારીને સુશોભિત કરવામા આવ્યા છે. દીવડાઓ પણ પ્રગટાવવામાં આવશે. બાળ રોગ વિભાગમાં દર્દીઓને મીઠાઈ તથા કપડાનું વિતરણ પણ કરાયુ છે.

આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડિવાલા, Rmo ડો.કેતન નાયક, ધ ટ્રેન્ડ નર્સિંગ એસોસિયેશનના સેક્રેટરીશ્રી કિરણ દોમડીયા, સ્થાનિક પ્રમુખશ્રી અશ્વિન પંડયા, નિલેશ લાઠિયા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ કાંતાબેન તેમજ હેડ નર્સ, નર્સિંગ એસો.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version