Site icon Gramin Today

સહાયક માહિતી નિયામક તાપી તરીકે પદભાર સંભાળતા શ્રી નિનેશકુમાર ભાભોર

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સહાયક માહિતી નિયામક તાપી તરીકે પદભાર સંભાળતા  નિનેશકુમાર ભાભોર સાહેબ, 

વ્યારા-તાપી: તાજેતરમાં માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા લેવાયેલ સહાયક માહિતી નિયામક વર્ગ-૧ અને ૨ની સીધી ભરતીથી વિવિધ ઉમેદવારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં તાપી જિલ્લા માહિતી નિયામક તરીકે શ્રી નિનેશકુમાર છગનભાઇ ભાભોરની નિમણુંક થતા આજરોજ તેમણે સહાયક માહિતી નિયામક તાપી વર્ગ-૨ તરીકે પદભાર સંભાળ્યો હતો. શ્રી ભાભોર મુળ દાહોદ જિલ્લાના ગરબાળા તાલુકાના અભલોડ ગામના વતની છે. તેમણે એચ.એન.જી.યુ. ખાતેથી માસ્ટર ઓફ જર્નાનિઝમ અને માસ કમ્યુનિકેશન કર્યું છે. આ અગાઉ તેઓ ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટ ખાતે એડવોકેટ તરીકે, ઇન્સોરન્સ ઇન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે ગાંધીનગર ખાતે તથા એમ.એસ.ડબલ્યુ કોલેજ, સલાલ ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. આ ઉપરાંત તેમણે વિવિધ એન.જી.ઓ સાથે સામાજીક કાર્યકર્તા તરીકે સેવા આપી હતી.
તાપી જિલ્લા ખાતે પદભાર સંભાળતા સમગ્ર માહિતી વિભાગના કર્મચારીઓ દ્વારા તેઓને નારીયેળ અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉસ્માભેર સ્વાગત કરાયું હતું. 

Exit mobile version