Site icon Gramin Today

શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયેલા મહાનુભાવોએ રીટર્ન ગીફ્ટ તરીકે શાળાઓને વૃક્ષોની ભેટ આપી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયેલા મહાનુભાવોએ રીટર્ન ગીફ્ટ તરીકે શાળાઓને વૃક્ષોની ભેટ આપી:

તાપી જિલ્લામાં ૧૭૯ મહાનુભાવોએ કન્યા કેણવણી અને શાળા પ્રવેશોત્સવના માધ્યમ થકી ૨૫૦૦થી વધુ વૃક્ષો શાળાના પટાંગણમાં વાવ્યા : 

“બાળક જે જુએ તે શીખે” આ મંત્રને ધ્યાને રાખી બાળકોના કોમળ માનસ પટ ઉપર વૃક્ષો પ્રત્યે લાગણી અને વૃક્ષની જાણવણી કરવાની સભાનતા કેળવવાનો સરાહનીય પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

તાપી: પર્યાવરણ પ્રેમીઓ વૃક્ષારોપણ માટેની કોઇ પણ તક છોડતા નથી. આજ બાબત સરકારશ્રી ઉપર પણ લાગુ પડે છે. પર્યાવરણ અંગે સભાનતા કેળવવા રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાયક્રમોમાં વૃક્ષારોપણને ખાસ સ્થાન આપવામાં આવે છે.

સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં પણ તા.12 અને 13મી જુન દરમિયાન કન્યા કેણવણી અને શાળા પ્રવેશોત્સવના બે દિવસીય કાર્યકમો યોજવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાની કુલ-૭૯૭ શાળાઓના કાર્યકમમાં ૬૮ રૂટ મારફત રાજ્યકક્ષાના મંત્રીશ્રી, રાજ્યકક્ષાએથી ફાળવેલા ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના સ્થાનિક પદાધિકારીઓ-અધિકારીઓ મળી કુલ-૧૭૯ મહાનુભાવોએ આ ઉત્સવમાં સામેલ થયા હતા. આ તમામ કાર્યક્રમોમાં બાળકો દ્વારા વૃક્ષારોપણના મહત્વ અંગે વક્તવ્ય પણ રજુ કરવામાં આવ્યું હતું, અને કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતું.

જેમ કોઇ ખાસ પ્રસંગમાં રીટર્ન ગીફ્ટ આપવાની રીત હોય છે. તેમ જાણે શાળા પ્રવેશોત્સવમાં પધારેલા મહાનુભાવોએ શાળાને રીટર્ન ગીફ્ટ તરીકે વૃક્ષો અર્પણ કર્યા હોય તેવું લાગે છે. મહાનુભાવોના હસ્તે અંદાજિત ૨૫૦૦થી વધુ વૃક્ષોને શાળાના આંગણામાં વાવ્યા છે. આ તમામ વૃક્ષોને ઉછેરવાની જવાબદારી બાળકોને સોંપવામાં આવી છે. આ મુજબ શાળા પ્રવેશોત્સવના દિનને પોતાના માટે અને શાળા માટે યાદગાર બને તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

“બાળક જે જુએ તે શીખે” આ મંત્રને ધ્યાને રાખી બાળકોના કોમળ માનસ પટ ઉપર વૃક્ષો પ્રત્યે લાગણી અને વૃક્ષની જાણવણી કરવાની સભાનતા કેળવવાનો સરાહનીય પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

Exit mobile version