Site icon Gramin Today

વ્યારા પોલીસ સ્ટેશનમાં “ ભારત સ્વચ્છતા અભિયાન” અંતર્ગત કામગીરી કરાઈ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

વ્યારા પોલીસ સ્ટેશનમાં “ ભારત સ્વચ્છતા અભિયાન “ અંતર્ગત કામગીરી કરાઈ:

તા.૧૦/૧૦/૨૦૨૧ના કલાક-૦૮/૦૦ થી કલાક-૧૨/૦૦ સુધી અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સુરત વિભાગ સુરત અને પોલીસ અધિક્ષકશ્રી તાપી નાઓની સુચના આધારે “ ભારત સ્વચ્છતા અભિયાન ની ઉજવણીના ભાગ રૂપે સરકારી કચેરીઓમાં સાફ સફાઇ કરવાની કામગીરી કરવાનુ આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત વ્યારા પોલીસ સ્ટેશનના શ્રી એચ.સી.ગોહિલ I/C પો.ઇન્સ તથા શ્રી એમ.આર.જાની પો.સ.ઇ તથા પોલીસ માણસો તથા જી.આર.ડી ટી.આર.બી. સભ્યો મળી વ્યારા પોલીસ સ્ટેશનની બિલ્ડીંગ તથા કંમ્પાઉન્ડની સાફ સફાઇ કરવામાં આવેલ છે. તથા ગુનામાં કબજે કરેલ વાહનો સુવ્યવસ્થિત મુકવાની કામગીરી કરવામાં આવેલ છે. અને સાફ સફાઇ દરમ્યાન નિકળેલ કચરો નગરપાલિકા વ્યારાના ડોર ટુ ડોર વાહનના કર્મચારીને સોપવામાં આવ્યો હતો.

Exit mobile version