શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કરૂણેશભાઈ
માંગરોળ તાલુકાના વાંકલ કોવીડ-19 કેર સેન્ટરમાં આરોગ્ય કર્મીનું મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ કોરોના વોરિયર્સ તરીકે નુ સન્માન કરવામાં આવ્યું.
દેશમાં વૈશ્વિક મહામારી કોરોના નુ સંકર્મણ સતત વધી રહ્યું હતું ત્યારે પોતાની પરવાહ કર્યા વિના દર્દીઓની અવિરત સેવા કરનાર ડોકટરો નર્સ, આરોગ્ય કર્મી, સફાઈ કામદારો ને લાખ લાખ અભિનંદન…કેબિનેટમંત્રી ગણપતસિંહ વસાવા.
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ કોવીડ કેર સેન્ટરમાં ફરજ બજાવતા 2 ફિઝિશયન ડોક્ટર, 9 મેડિકલ ઓફિસરો,19 જેટલી સ્ટાફનર્સ,લેબ ટેક્નિશયન, ફાર્માસિસ્ટ, 25 સફાઈ કામદરો, તાલુકા પંચાયતનો સ્ટાફ, આઈ.ટી.આઈ સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ, એમ્બયુલન્સના ડ્રાઇવર સહિત કોવિડ સેન્ટરમાં મહત્વની સેવા આપનાર તમામનું સન્માન કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું.
કેબિનેટમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યુકે કોવીડકેર હોસ્પીટલ ના તબીબો ની સરહાનીય કામગીરી ખરેખર અભિનંદનને પાત્ર છે ખરા અર્થમાં તેઓ દર્દીઓ માટે ઈશ્વર બનીને આવ્યા છે મહામંત્રી દીપકભાઈ વસાવાએ આરોગ્ય કર્મચારીઓ તેમજ સાંઇ યુવક મંડળ વાંકલ નો કોવિડ સેન્ટર માં સેવા આપવા બદલ આભાર માન્યો હતો, આ પ્રસંગે વાંકલના સરપંચ ભરત વસાવા, ડૉ.યુવરાજસિંહ સોનારીયા, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર ઉપપ્રમુખ ભરત પટેલ, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદન બેન ગામીત, ઉપપ્રમુખ ભરત પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ડિરેક્ટર દિલીપસિંહ રાઠોડ,ધર્મેન્દ્રસિંહ સોલંકી મુકુંદ પટેલ, સદસ્ય શૈલેષ મૈસુરીયા, મહેશ જોશી સહીત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.