Site icon Gramin Today

માંડવી રોહિત સમાજ દ્વારા દ્દુષ્કર્મ આચરનારાઓને ફાંસી આપવાની માંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, સુરત નલિન ચૌધરી

માંડવી મુકામે રોહિત સમાજ દ્વારા યુપીમાં દુષ્કર્મ આચરનારા ગુનેગારોને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ૧૯ વર્ષીય યુવતી મનીષાબેન વાલ્મિકી સાથે 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યા બાદ તે યુવતીને ઢોર માર માર્યો હતો.જેથી યુવતી 14 દિવસ હોસ્પિટલમાં સારવાર રાખ્યા બાદ એ યુવતીનું મોત નીપજ્યું હતું.ત્યારે આ દુઃખદ ઘટના નું રોષ સમગ્ર ભારતમાં ભભૂકી ઉઠયો છે, જીગ્નેશ મકવાણા વગેરે કાર્યકરોએ તાલુકા મથક ખાતે દેખાવો વિરોધ પ્રદર્શિત કરી પ્રાંત અધિકારીને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

આ સંદર્ભમાં તેઓએ જણાવ્યું કે ચાર નરાધમોને કડક માં કડક સજા થાય અને જાહેરમાં એમને ફાંસી આપવી જોઇએ જેથી આવા અસામાજીક તત્વો બીજી કોઈ બહેન કે મા દીકરી ગેંગરેપનો ભોગ નહીં બની શકે.

ઉત્તર પ્રદેશના અધિકારીઓએ પીડિત પરિવારને મનીષાબેન વાલ્મીકિનો ચહેરો પણ જોવા દીધો નથી અને પીડિત પરિવારને ઘરોમાં કેદ કરી મૃત્યુ પામનાર મનિષાબેન વાલ્મીકિના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા ત્યારે આવા અધિકારીને તાત્કાલિક ડિસમિસ કરવા જોઈએ સાથે કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને અમારી નમ્ર અરજ છે કે આવા લોકોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરાવી ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગ છે આશા રાખે છે કે અનુસૂચિત જાતિ પર વારંવાર અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે આવા અત્યાચારો રોકવા માટે કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બનાવે નહીં તો સરકાર પરથી ભરોસો ઉઠી જશે મૃત્યુ પામનાર મનિષાબેન વાલ્મિકીને ન્યાય મળે માંડવી તાલુકાના રોહિત સમાજના પ્રમુખ જીગ્નેશભાઈ મકવાણા હાજર રહ્યા હતા.

માંડવી રોહિત સમાજના પ્રમુખ જીગ્નેશ ભાઈ મકવાણા અને મંત્રી અલ્પેશ ભાઈ ચૌહાણ અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ માંગરોળ તાલુકાના પ્રમુખ નિલય ચૌહાણ. અનિલ ભાઈ ચૌહાણ,વિજયભાઈ સોલંકી,જીતેન્દ્ર ભાઇ પરમાર અને વાલ્મિકી સમાજના આગેવાન ઇશ્વરભાઇ સોલંકી હાજર રહ્યા હતા.

Exit mobile version