Site icon Gramin Today

માંગરોળ તાલુકામાં પશુ પાલકો માટે પશુઓનું ફરતું દવાખાનું આશીર્વાદ રૂપ:  

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તરફથી રાજ્ય ભરમાં દશ ગામો દીઠ એક ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા વિના મૂલીયે આપવામાં આવે છે. ખાસ કરી ઉડાણનાં વિસ્તારોના ગામોમાં રહેતાં પશુ પાલકોનાં પશુઓ બિમાર પડે ત્યારે સમયસર સારવાર નહિ મળવાથી ઘણીવાર કિંમતી પશુઓ મોતને ભેટે છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરી સુરત ખાતે કાર્યરત છે. આ સુમુલ ડેરીમાં સુરત જિલ્લાના લાખ્ખો પશુપાલકોનું દૂધ જાય છે. જેથી માંગરોળ તાલુકામાં પણ હજારોની સંખ્યામાં પશુપાલકો દુધાળા પશુઓ ધરાવે છે. હાલમાં દુધાળા પશુઓની કિંમતમાં જંગી વધારો થયો છે. એવા સમયે ઉડાણનાં ગામોમાં પશુપાલકો રહે છે. આ સેવા શરૂ થવાથી ઉડાણનાં ગામોનાં પશુપાલકોનાં પશુઓને સમયસર મેડીકલ સેવા મળી રહેવાથી કિંમતી પશુઓ ની જીદંગી બચી શકે. આ વિસ્તારનાં પશુપાલકો નું કહેવું છે, કે સરકાર તરફથી ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ઉપર કોલ કરવાથી ઘર આંગણે આ સેવા અમને મળતાં ખૂબ મોટી રાહત થઈ છે. વળી પશુપાલકો પાસેથી એક પણ પેસો લેવામાં આવતો નથી.

Exit mobile version