શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર
ભારતીય ફિલ્મ જગત-બોલિવુડના જાણીતા અદાકારશ્રી મિલિંદ સોમનની મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રાષ્ટ્રીય એકતા દોડની યાત્રાનો આજે રાજપીપલા શહેરમાં પ્રવેશ સાથે ઠેર ઠેર ભવ્ય સ્વાગત-આવકાર સાથે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજે થનારા સમાપન તરફ દોડની આગેકૂચ,
રાજપીપલા નગરપાલિકા પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ સહિત શહેર-જિલ્લાના અગ્રણીઓ- શહેરીજનો-ગ્રામજનો તરફથી ઉમળકાભેર આવકાર–ઉષ્માભર્યા સ્વાગત સાથે કરાયું ભાવભર્યુ અભિવાદન,
રાજપીપલા, રવિવાર :- દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન ફીટ ઇન્ડીયા અને સ્વસ્થ ભારતનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે ભારતીય ફિલ્મ જગતના-બોલિવુડના જાણીતા અદાકારશ્રી મિલિંદ સોમને મુંબઇના શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી રાષ્ટ્રીય એકતા દોડનુ ગઇકાલે સાંજે નર્મદા જિલ્લામાં આગમન થયા બાદ આજે તા. ૨૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને રવિવારના રોજ નાંદોદ તાલુકાના તરોપા ગામેથી આ એકતા દોડ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંજે થનારા સમાપનની દિશામા તેની આગેકૂચ જારી રાખી હતી.
રાજપીપલા શહેરમાં આ એકતા દોડ યાત્રાનુ આગમન થતા રાજપીપલા વિજયચોક ખાતેથી CISF, SRPF અને વડોદરા જિલ્લાના મેરોથોન દોડના દોડવીરો, જિલ્લાના યુવાનો પણ શ્રી મિલિંદ સોમનની સાથે રન ફોર યુનિટીની એકતા દોડમાં જોડાયા હતા. આ યાત્રા દરમિયાન SOUADATGA ના જનસંપર્ક અધિકારીશ્રી રાહુલ પટેલ સતત સાથે રહ્યાં હતાં અને યાત્રા સંદર્ભની જરૂરી સંકલનની જવાબદારી નિભાવી હતી.