Site icon Gramin Today

પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટીલના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરમાં 800થી વધારે યુનિટ રક્ત એકત્ર:

ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ભારતીય જનતા પાર્ટી (ભાજપા) ના પ્રદેશ અધ્યક્ષ અને લોકલાડીલા સાંસદ સી. આર. પાટીલ સાહેબના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં અનેક કાર્યક્ર્મો યોજાયા હતાં. રાજ્યનાં અનેક મંત્રીશ્રીઓ અને અનેક લોકોએ પાઠવી જન્મદિનની શુભકામનાઓ… 
મુખ્યત્વે સુરત જીલ્લામાં ઠેરઠેર રક્તદાન કાર્યક્રમ અને તાપી, નર્મદા જિલ્લાઓ સહીત અનેક જગ્યાએ  હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ અને ડાંગ જીલ્લામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, 

સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રદેશ અધ્યક્ષ ભાજપાના અને લોકલાડીલા સાંસદ સી. આર. પાટીલ સાહેબના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલી રક્તદાન શિબિરમાં 800થી વધારે યુનિટ રક્ત એકત્ર થયું.
તેઓએ પોતાનાં પ્રસંગિક વક્તવ્યમાં ઉમેર્યું હતું કે… મને આનંદ છે કે ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ જન્મદિવસ હોય કે કોઇ શુભ પ્રસંગ હોય દરેક વખતે સેવાકીય પ્રવૃતિને ધ્યાનમાં રાખી કાર્યક્રમની ઉજવણી કરે છે. રક્તદાન નિસ્વાર્થભાવે કરાય છે અને એટલે જ એને મહાદાન કહેવાયું છે. રક્તતુલા બદલ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી  ગોરઘનભાઇ ઝડફીયા, શ્રી એમ.એસ.પટેલ, સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, વડોદરાના મેયરશ્રી કેયુરભાઇ રોકડીયા, પ્રદેશના સહપ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર, સુરત શહેરના મહાંમંત્રીશ્રી કાળુભાઇ ભીમનાથ, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ સહિત શહેરના હોદ્દેદારશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.

ગુજરાતમાં કુપોષણને નાબૂદ કરવા અને બાળકોને સુપોષિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી – ગુજરાત દ્વારા ‘સુપોષણ અભિયાન’નો રાજ્યવ્યાપી શુભારંભ સુરતથી કર્યો. કાર્યકર્તાશ્રીઓને અપીલ કરું છું કે પોતાના ઘર નજીક એક અથવા એકથી વધુ બાળકને દત્તક સે અને એને સુપોષિત કરવાનાં પ્રયાસો કરે.

“જ્ઞાનોત્સવ” કાર્યક્રમ હેઠળ મારા જન્મ દિવસ નિમિત્તે 108 વિદ્યાર્થીઓને સી.આર.પાટીલ સ્કોલરશીપ એનાયત કરી.
વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. અથાક પરિશ્રમ ઉચ્ચ શિક્ષા મેળવવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાની મજા પડી.

સદર આજનાં જન્મદિન ઉજવણી અંતર્ગત “જ્ઞાનોત્સવ”  કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, શ્રી મહેન્દ્રભાઇ પટેલ, સુરત મહાનગર પાલિકાનાં મેયર શ્રી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, સુરત ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સુરત સોશિયલ મિડીયા વિભાગ કન્વીનર શ્રી હરી અરોરા, મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા.

યુથ ફોર ગુજરાત : મહારક્તદાન શિબિર સુરતના અનેક વિસ્તારોમાં કરાયું હતું,

ઉમરાવ નગર, રૂપાલી નહેર BRTS બસ સ્ટોપ સામે, ભટાર,
જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિર, આંખની તપાસ તથા સુકન્યા સમૃદ્ધિ યોજનાનો કાર્યક્રમ

ચીકુવાડી રો હાઉસ, પાંડેસરા ખાતે યોજાયો, પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શ્રી સી. આર. પાટીલનો ‘રક્તતુલાનો કાર્યક્રમ’…

સ્થળ: સમસ્ત પાટીદાર સમાજની વાડી, આંબાતલાવડી, કતારગામ, અને  પાંડેસરાનાં ચીકુવાડી રો હાઉસ ખાતે અને ઉમરાવ નગર, લીંબાયત વિસ્તાર સહીત અનેક જગ્યાએ, પ્રદેશ અધ્યક્ષ ભાજપાના અને લોકલાડીલા સાંસદ સી. આર. પાટીલ સાહેબના જન્મદિન ની ઉજવણી કરીને જરૂરતમંદ લોકોના જીવનમાં એક નાની મુસ્કાન લાવવા અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

Exit mobile version