Site icon Gramin Today

પાંજરામાં થતા માછલીઓના ઉછેરમાં રોગ નિયંત્રણ વિષય ઉપર કાર્યશાળા ઉકાઈ ખાતે યોજાઈ હતી.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા  કીર્તન કુમાર 

તાપી જીલ્લાના કમઘેનુ યુનિવર્સિટી-ઉકાઈ ખાતે પાંજરામાં થતા માછલીઓના ઉછેરમાં રોગ નિયંત્રણ વિષય ઉપર કાર્યશાળા  યોજાઈ હતી.

તાપી: સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી-ઉકાઈ,વ્યારા “પાંજરામાં થતા માછલીઓના ઉછેરમાં રોગ નિયંત્રણ” આ વિષય ઉપર તારીખ ૧૬ થી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી ત્રણ દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તાપી જીલ્લાના ૨૫ મત્સ્યખેડૂતોએ ભાગ લીધેલ છે.


સદર તાલીમના ઉદ્ઘાટન પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. પી. એચ. વાટલીયા, કે.વી.કે.-વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા, મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામકશ્રી શ્રી. સમીર આરદેશણા અને સેન્ટર ઓફ એકસલન્સના ઈનચાર્જ ડો. સ્મિત લેન્ડે ઉપસ્થિત હતા. સદર કાર્યશાળા દરમ્યાન શ્રી ઋત્વિક ટંડેલ(ફીશરીઝ ઓફિસર-ઉકાઈ) તેમજ
કામધેનુ યુનિવર્સિટીના ડો. વિવેક શ્રીવાત્સવ અને ડો. સુજીત કુમાર દ્વારા તાલીમાથીઓને વ્યાખ્યાન આપવામાં આવશે. કામધેનુ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ પાંજરામાં ઉછેર કરવામાં આવતી મીઠા પાણીની માછલીઓમાં રોગનું વ્યવસ્થાપન કરવાનો છે.

Exit mobile version