Site icon Gramin Today

પતિના લગ્નેત્તર સબંધ થી હેરાન પત્નિ એ મહીલા હેલ્પલાઈન વલસાડ ની મદદ મેળવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પ્રતિનિધિ

પતિના લગ્નેત્તર સબંધ થી હેરાન પત્નિ એ અભયમ 181મહીલા હેલ્પ લાઈન વલસાડ ની મદદ મેળવી.

વલસાડ થી એક પરણિતા એ પોતાના પતિ ના અન્ય સ્ત્રી સાથે ના સંબંધ હોવાથી મદદ માટે 181મહીલા હેલ્પ લાઈન મા કોલ કર્યો હતો જેથી અભયમ રેસ્ક્યું ટીમ વલસાડ સ્થળ પર પહોચી પતિ નું અસરકારક કાઉન્સિલગ કરતાં પતિ એ પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી ખાનગી અવૈદ સંબંધ નો અંત લાવશે જેની ખાતરી આપતાં પત્નિ ને રાહત પહોચી હતી અને અભયમ ટીમ નો ખુબ આભાર માન્યો હતો.

મળતી માહિતી મુજબ વલસાડ પાસે ની કંપની ના એચ. આર વિભાગ મા જોબ કરતાં પતિ ની ઉંમર 50વર્ષ ની છે તેમનો દિકરો પણ કંપની મા જોબ કરે છે પતિ તેમનાંથી અડધી ઉંમર ની કર્મચારી સાથે સંબંધ રાખે છે અને પરીવાર નું પણ ધ્યાન રાખતા નથી મોટોભાગ નો સમય સ્ત્રી મિત્ર સાથે વિતાવે છે દીકરાનું પણ લગ્ન કરવાનું છે આ અંગે પત્નિ એ પતિ ને સમજાવવા પ્રયત્ન કરેલ પરંતુ તેઓ ગંભીતાપૂર્વક રહેતા નથી આથી પરણિતા ખુબ ચિંતા મા રહે છે. 

અભયમ કાઉન્સેલરે પતિ ને અસરકારક રીતે સમજાવેલ કે અત્યાર સુધી ના સંબંધ રાખેલ તે ભૂલી જસો તો જ તમારા પરીવાર મા શાંતિ આવશે દિકરા ની ઉંમર ની યુવતી સાથે સંબંધ રાખવા જે સામાજિક અને કાયદાકિય ગુનો બને છે તમારું અને દિકરાના ભવિષ્ય વિશે વિચારી આ સંબંધ ને પૂર્ણવિરામ આપો તેમાંજ તમારા પરીવાર ની ભલાઈ છે આમ સમજાવતા પતિ એ પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી કોઈ સંબંધ નહી રાખે તેની ખાતરી આપી હતી આમ પરણિતા એ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.

Exit mobile version