Site icon Gramin Today

ન્યાય યાત્રા અંતર્ગત કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારોની ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા મુલાકાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા અંતર્ગત કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારો ને સાંત્વના આપી મુલાકાત કરી ;

પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોવિડ-19 ન્યાય યાત્રા અંતર્ગત કોરોના મહામારીમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસ્કુટ, વડપાડા, ઉમરાણ, ઝાંક વગેરે ગામોમાં કોરોનામાં મૃત્યુ પામેલા પરિવાર ની મુલાકાત કરી રૂ. 4 લાખ ની સહાય તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલ ખર્ચ આપવાની માંગ સાથે પરિવારને રૂબરૂ મળી સાંત્વના પાઠવવામાં આવી હતી.

કોંગ્રેસના આગેવાનો દ્વારા ગામે ગામ જઈ પરિવારના સભ્યની મુલાકત કરી સહાયના ફોર્મ ભરી કુટુંબ ના સભ્ય માટે સહાય ની માંગણી કરવામાં આવી. જેમાં દેડિયાપાડા વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવા, દેડિયાપાડા કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ માલજી વસાવા, સાગબારા તાલુકાના પૂર્વ પ્રમુખ ભાંગા વસાવા, કોંગ્રેસ ના આગેવાનો બહાદુરભાઈ, વનરાજભાઈ, વિપુલભાઈ, રામજીભાઈ, સોફિભાઈ, અર્જુનભાઈ, ફુલસિંગભાઈ, રાયસિંગભાઈ સાથે અન્ય કાર્યકર ગણ  ઉપસ્થિત રહી મૃતકજનો ના  પરિવારના સભ્ય ને મળી સાંત્વના પાઠવી હતી.

Exit mobile version