Site icon Gramin Today

નવસારી જિલ્લાના વાંસદાના દંડકવનની મુલાકાત લેતાં પ્રભારીમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત
નવસારી જિલ્લાના વાંસદાના દંડકવનની મુલાકાત લેતાં પ્રભારીમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી
નવસારી:- નવસારી જિલ્લાના વાંસદા ખાતે સ્થિત દંડકવનની મુલાકાત આજરોજ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજયના કલ્પસર અને મત્સ્યોદ્યોગ રાજયમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ લીધી હતી.


આ પ્રસંગે શાસક પક્ષના નેતા શ્રી શિવેન્દ્રસિંહ સોલંકી તથા વાંસદાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ દંડકવન ખાતે સદગુરૂ શ્રી સદાફળદેવજીની પ્રતિમાને ભકિતભાવપુર્વક પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ ત્યાં ધ્યાન ધર્યુ હતું. પ્રભારી મંત્રીશ્રી ચૌધરીએ દંડકવન ખાતે ધ્યાન કેન્દ્ર, ગૌશાળાની મુલાકાત કરીને દંડકવન વિશેની તલસ્પર્શી વિગતો શ્રી વિરલભાઇ વ્યાસ પાસેથી મેળવી હતી. દંડકવનની મુલાકાત લઇ મંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી.

Exit mobile version