શ્રોત: ગ્રામીણ ટુડે, નર્મદા સર્જનકુમાર વસાવા.
કોરોના મહામારીમાં સમગ્ર દેશ તથાં દુનિયામાં લોક ડાઉન પરિસ્થિતિ છે ત્યારે સામાન્ય માનવીનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે, તેવાં સંજોગોમાં નર્મદા જીલ્લાનાં દેડિયાપાડા તાલુકાનાં ગારદા ગામનાં ૧૫૦ થી વધારે શ્રમિકોને મળે છે પોતાનાં ગામમાં જ રોજગારી: ગારદા ગામનાં સરપંચ રમીલાબેન વસાવા અને ડેપ્યુટી સરપંચ અમરસિંહ તથાં મેટ. રોશનભાઈના સતત પ્રર્યત્નો દ્વારા આજે ગારદા ગામનાં શ્રમિકો ને મહાત્માગાંધી ગ્રામીણ રોજગાર યોજનાં હેઠળ ગામમાં મળી રહી છે રોજગારી, આજે મજુરીનાં દરેક માધ્યમો બંધ છે ત્યારે સરકારની યોજનાં બની છે જીવન માટેની એકમાત્ર આશા! ગામમાં કામનાં સ્થળે પીવાનાં પાણીની સગવડ,માસ્ક, સેનીટાઈઝરની કરાય છે વ્યવસ્થા, સોશીયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે છે, હાલમાં સરકાર ૧૦૦ દિવસની મજુરી આપવા કટિબદ્ધ છે ત્યારે જોવું રહ્યું લોકોને કેટલાં દિવસની રોજગારીનું કામ મળે છે? અમુક ગામોમાં જોબ કાર્ડ વગર પણ મળી રહી છે રોજગારી ગામમાં રોજગારી કરતાં શ્રમિકો દ્વારા પાલન થઇ રહ્યું છે સરકારની બાહર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન! સરપંચ અને જવાબદાર અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે રોજગારીનું કામ. શ્રમીકજનોએ તંત્રનો માન્યો અભાર.