Site icon Gramin Today

ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં વિકાસનાં કામકાજ શરૂ કરાયાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા  કમલેશ ગાંવિત

નગરપાલિકા વિસ્તારમાં કોરોના મહામારીનાં લોકડાઉન પરિસ્થિતિમાં અધૂરાં પડેલાં રસ્તા અને પાણીનાં વિકાસનાં તમામ  કામો શરૂ કરવામાં આવ્યાં!  

વલસાડ જીલ્લાનાં ધરમપુર નગરપાલિકાની  પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુર નગરપાલીકા વિસ્તારમાં વાવ ચોકડી થી પ્રભુ ફળીયા થઈને જતો રસ્તાનું કામકાજ દેશભરમાં મહામારી લોકડાઉનના કારણે તંત્ર દ્વારા કામ અટકી ગયું હતું. પરંતુ લોકડાઉન ખુલતાં ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં વિકાસનાં કામકાજ શરૂ કરવામાં આવ્યા:

અને હાલ ચોમાસાનો  વરસાદ  વિરામ લેવાથી સાથેજ  ધરમપુર આર. એમ. બી. વિભાગ દ્વારા  લોકોને ચોમાસા દરમિયાન હેરાનગતિ ન થાય તે હેતુસર તાત્કાલિક ધોરણે વિકાસ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. તેમજ પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત હાથ ધરાયું કામ, સાથે  રસ્તાના સાઈડ બોક્ષ કટીંગ દરમિયાન પીવાના પાણી નગરપાલિકાની ડેમેજ થતાં નગરપાલિકા દ્વારા તાત્કાલિક 400 મીટર જેટલી પાણીની લાઈન નાખી જોડાણ આપતાં પ્રજાજનોની મુશ્કેલી દુર થતાં જ ખુશીની લહેર જોવા મળી હતી.

Exit mobile version