Site icon Gramin Today

દેડિયાપાડા ખાતે નમૅદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ પટેલની નિમણૂક કરવામાં આવતાં ફટાકડા ફોડીને ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

દેડિયાપાડા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા નમૅદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક પામેલા ઘનશ્યામભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ વગાડીને વરઘોડો કાઢીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીલાલ વસાવા, નમૅદા જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હિતેશ વસાવા, માજી નમૅદા જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ માનસિંગ ભાઈ વસાવા અને અન્ય કાયૅકરો દ્વારા દેડિયાપાડા ચાર રસ્તા પાસે ઘનશ્યામભાઈ પટેલનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફટાકડા ફોડીને ઢોલ વગાડીને વરઘોડો કાઢીને ગેસ્ટ હાઉસ ખાતે વરઘોડો લઈ જવામાં આવ્યો હતો ત્યાં પણ ભાજપ કાયૅકરો દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા નિમણૂક પામેલા ઘનશ્યામભાઈ પટેલે કાયૅકરોનો આભાર માન્યો હતો.

Exit mobile version