Site icon Gramin Today

દંડકવન આશ્રમના સાતમા વાર્ષિક મહોત્સવમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ભાગ લીધો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે ત્યારે એને રોકીને જે કાર્યને અટકાવવું જરૂરી છે એના માટે આદિવાસીઓના ઉત્કર્ષ માટે આ યજ્ઞનું આયોજન કરાયું છે:- પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ

પૂજા અર્ચના અને યજ્ઞ આપણી સંસ્કૃતિ અને પરંપરા છે:- પાટીલ જી

વાંસદા તાલુકાના વાંસીયાતળાવ સ્થિત સદાફલદેવ મન્દિર ખાતે સાતમા વાર્ષિક મહોત્સવ માં ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અઘ્યક્ષ સી. આર. પાટીલ નું આગમન થતા હેલિપેડ ખાતે પુષ્પગુચ્છ થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહ, જિલ્લા ના હોદ્દેદારો, અને વાંસદા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો મુકેશભાઈ પટેલ પ્રમુખશ્રી, દશરથભાઈ ભોયા તાલુકા ઉપપ્રમુખ, ભાજપ મહામંત્રી સંજયભાઈ બિરારી, રાકેશભાઈ શર્મા, વાંસદા ડેપ્યુટી સરપંચ, પદ્યુમનસિંહ સોલંકી,, કારોબારી રસિકભાઈ ટાંક, જિલ્લા ભાજપ મંત્રી ગણપતભાઈ માહલા તથા ભાજપ તાલુકા પ્રમુખશ્રી શાંતુભાઇ ગાવિત તમામ યુવા મોર્ચાના હોદ્દેદારો અને દંડકવનના હોદ્દેદારો ઉપસ્થિત રહી સ્વાગત કરાયું હતું.

દંડકવન ખાતે વિહંગમ યોગ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ મંગુભાઈ પટેલ (મધ્યપ્રદેશ) સહીત તમામ મંત્રીશ્રીઓએ ભાગ હાલ ભાગ લઇ ગુરુદેવ અને ભક્તો સાથે વિશ્વ શાંતિની પ્રાર્થના કરી.

નવસારી જિલ્લાના વાંસદાના વાંસીયા તળાવ સ્થિત દંડકવન ખાતે અખિલ ભારતીય વિહંગમ યોગ સંત સમાજ દ્વારા આયોજિત મહર્ષિ સદાફલદેવ આશ્રમના સાતમા વાર્ષિક મહોત્સવ અને 1008 કુંડીય વિશ્વ શાંતિ મહાયજ્ઞ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલે પોતાનાં પ્રસંગિક પ્રવચનમા જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે ત્યારે એને રોકીને જે કાર્યને અટકાવવું જરૂરી છે, એના માટે આદિવાસીઓના ઉત્કર્ષ માટે યજ્ઞનું આયોજન કરાયું છે. ત્યારે પૂજા અર્ચના અને યજ્ઞ આપણી સંસ્કૃતિ અને પરંપરા છે. અને આ પરંપરાના કારણે અને વ્યક્તિ વિશેષનું નિર્માણ થાય અને સંતોના વાણીના પ્રભાવથી એ વ્યક્તિ વ્યસનથી દૂર રહેવા સાથે એના કામમાં પ્રમાણિક રહે છે. એના માટે વ્યક્તિ વિશેષનું નિર્માણ કરી સમાજમાં કોઈ બદી ના આવે એ માટેની ચિંતા આપણાં ધર્મગુરુઓ કરતા હોય છે.

આ પ્રસંગે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય રાવલદાસ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરલભાઈ વ્યાસ, જિલ્લા ભાજપ મહામંત્રી જીજ્ઞેશભાઈ, અશ્વિનભાઈ, ગણપતભાઈ માહલા, વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ, મહામંત્રી સંજય બિરારી, રાકેશ શર્મા, જિલ્લા પંચાયત શાસકપક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી, કારોબારી અધ્યક્ષ રસિક ટાંક, વાંસદા સરપંચ ગુલાબભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા સહિત આગેવાનો હાજર રહયા હતાં.

Exit mobile version