Site icon Gramin Today

તાલુકા પંચાયત હોલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ

ડેડીયાપાડા તાલુકા પંચાયત હોલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ;

નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા પંચાયત હોલ ખાતે ડેડીયાપાડા ના ધારાસભ્ય અને આદિવાસી સાવજ અને યુવા નેતા ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા શાખા અધિકારીશ્રીઓ સાથે મિટિંગ નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડીને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. અને જેમાં સ્થાનિક પ્રજાના વિવિધ પડતર પ્રશ્નો, શિક્ષણ, આરોગ્ય સહિત અન્ય પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા, તથા કોઈપણ સરકારી કામકાજ જાતે તપાસ કરી વિવિધ યોજનાઓનો લાભ છેવાડા ના ગામડાની પ્રજા સુધી પહોંચાડવા તથા પ્રજાના પ્રશ્નોનું ધ્યાન દોરી ઝડપી નિરાકરણ લાવવા માટે આજની યોજાયેલ મિટિંગ માં અધિકારીશ્રીઓને ખાસ સૂચનો કર્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version