શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:
ઇ-શ્રમ પોર્ટલ અને ઇ-નિર્માણ ઉપર બાંધકામ-અસંગઠિત કામદારોના રજીસ્ટ્રેશન ઝુંબેશરૂપે કરાવવા સુચન કરતા:- જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવણિયા
“૧૦૦ દિવસ ગુડ ગવર્નંસ હેઠળ તાપી જિલ્લાની કામગીરી ખુબ સારી છે”.- જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા
વ્યારા : તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા સેવાસદનન જિલલા પંચાયતના સભાખંડમાં આજરોજ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા દ્વારા વાલોડ તાલુકા સેવાસદનના નવા મકાનના નિર્માણ માટે જમીનની ફાળવણી કરવા માટે રજુઆત કરી હતી. આ ઉપરાંત તેમણે દરેક ગામોમાં સુવિધાયુક્ત આંગણવાની કેન્દ્રો અને અંતુલી ગામમાં આવેલ જર્જરીત શાળાને ડીમોલીશ કરી નવી શાળાનું બાંધકામ થાય તેના માટે રજુઆત કરી સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોરી ઝડપી નિકલ કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ તાલુકા સ્વાગત કાર્યક્ર્મ અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ હેઠળ સુચી મુજબ જે પ્રશ્નો લેવાના થાય તેને જ કર્યકમમાં સમાવેશ કરવા અને તે સિવાયના પ્રશ્નોને તત્કાલ જવાબ કરવા સુચન કર્યા હતા. અગામી ૨ વર્ષમાં નિવૃત થનારા કર્મચારીઓના પત્રો વહેલી તકે તૈયાર કરી આગળની કર્યવાહી હાથ ધરવા સુચન કર્યા હતા. તેમણે ઇ-શ્રમ પોર્ટલ ઉપર બાંધકામ અને અસંગઠિત કામદારોના રજીસ્ટ્રેશન, ઇ-નિર્માણ માટે કામદારોના રજીસ્ટેશન સેન્સટાઇઝ થઇ ઝુંબેશરૂપે કરાવવા ખાસ સુચન કર્યું હતું. ઉપરાંત તેમણે તમામ કચેરીમાં પ્રિકોશન ડોઝમાટે ડ્યુ થયેલ અધિકારી/કર્મચારીઓને અને તેઓના જાણમાં રહેલ તમામ ૬૦ વર્ષ ઉપરના નાગરિકોને પ્રિકોશન ડોઝ લેવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે સમયસર કમગીરી પુર્ણ કર્યા બાદ જો ડેટા એન્ટ્રી ના થાય તો કામગીરી દેખાતી નથી એમ જણાવી કામગીરીની ડેટા એન્ટ્રી ઝડપથી પુર્ણ કરાવવા ખાસ સુચના આપી હતી. અંતે તેમણે સંકલનના તમામ પત્રો અધિકારીઓ સ્વયં ચકાસણી કર્યા બાદ, અભ્યાસ કરી, નિયત ફોરમેટમાં પત્રવ્યવહાર માટે મોકલવા કડક શબ્દોમાં તાકીદ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાએ નાગરિકોના તમામ પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવી શકાય તે માટે તાલુકા સ્વાગત કાર્યક્રમ હેઠળ આવેલ તમામ અરજીઓને ફોલોઅપ કરવા સુચન કર્યું હતું. વધુમાં તેમણે ૧૦૦ દિવસ ગુડ ગવર્નંસ હેઠળ તાપી જિલ્લાની કામગીરી ખુબ સારી છે એમ જણાવી સૌ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તથા ૧૦૦ દિવસ ગુડ ગવર્નંસ હેઠળ આગામી બે માસ બાકી રહેતા બાકી તમામ વિકાસલક્ષી યોજનાઓના કામોની ભૌતિક અને ફાઇનાન્સીયલ કામગીરી પુર્ણ કરવા જરૂરી સુચના આપી હતી.
બેઠકમાં સરકારી લેણાની વસુલાત, નાગરિક અધિકાર પત્રો, નિવૃત્ત થયેલ કર્મચારીઓના પેન્શન કેસો, અવસાન પામેલ કર્મચારીઓના પેન્શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ અરજીઓના નિકાલ અંગે, પડતર કાગળોની માહિતી, એ.જી ઓડિટના બાકી પેરાની માહિતી અંગે તથા તકેદારી આયોગ તરફથી મળેલી અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, ગ્રામ વિકાસ નિયામક જે.જે.નિનામા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડિયા, પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, વ્યારા પ્રાંત અધિકારી હિતેશ જોષી, નિઝર પ્રાંત મેહુલ દેસાઇ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.