Site icon Gramin Today

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારી  બેઠક પ્રમુખશ્રીની અધ્યક્ષતામા યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ 

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારી  બેઠક પ્રમુખશ્રી મયંક ભાઈ જોષી ની અધ્યક્ષતામા યોજાઈ હતી:

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારી બેઠક વ્યારા સ્થિત જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લાના પ્રમુખ મયંકભાઈ જોશીની અધ્યક્ષતામા યોજાઈ હતી . આજની  બેઠકમા તાપી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રી મયંકભાઈ જોશીએ જીલ્લા અને તાલુકા  સંઘઠન ના હોદ્દેદારો ને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું  હતું.

તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારી  બેઠકમાં  પ્રમુખશ્રી મયંકભાઈ જોશી, જિલ્લાના મહામંત્રી સર્વેશ્રીઓ રાકેશભાઈ કાચવાલા, સુહાગભાઈ પાડવી, નિઝર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીત સહીત અન્ય આગેવાનોએ હાજરી આપી હતી,  તાપી જિલ્લા ભાજપના તમામ નવ-નિયુક્ત હોદેદારો,  તાપી જીલ્લાના અનેક તાલુકાના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ, જિલ્લા ના તમામ મોરચાના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ સાથે 23-બારડોલી મતવિસ્તાર  લોકસભા, વિધાનસભાના સંયોજકશ્રીઓ અને અન્ય  આગેવાનો હાજર રહ્યા હતા.

Exit mobile version