શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી
વ્યારા અને સોનગઢ નગરપાલિકા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ યોજાયો:
વ્યારા નગરપાલિકા સેવાસેતુમાં કુલ ૩૬૧૮ અને સોનગઢ નગરપાલિકામાં ૯૪૫ અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો..
નગરના નાગરિકોને અનેક યોજનાકીય માહિતી, અનેક દાખલાઓ કઢાવવા, અનેક રજૂઆતોનો સ્થળ પર ઉકેલ આવે, પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે માટે તાપી જિલ્લાનાં વ્યારા ખાતે નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાનગરપાલિકા ખાતે સાતમા તબક્કાનો નગરપાલિકા વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ આજે તા.૧૦/૧૨/૨૦૨૧ના રોજ સવારે ૯:૦૦ કલાક થી ૫:૦૦ કલાક દરમ્યાન શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ, કંપાઉન્ડમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરકારશ્રીની ૫૬ પ્રકારની જુદી જુદી સેવાઓ જેવી કે વ્યવસાય વેરા (અરજી), ગુમાસ્તાધારા, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના-મંજુરી પત્ર વિગેરે ઉપલબ્ધ કરાવવામાં આવેલ હતી.
તાપી જિલ્લા ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ડી.ડી.કાપડિયા(IAS) દ્વારા સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લેવામાં આવી ત્યારબાદ સેવાસેતુના લાભાર્થીઓને વિધવા સહાય, જ્ન્મ-મરણનાં પ્રમાણપત્ર તથા પ્રોપર્ટી ટેક્ષની સેવાઓના લાભાર્થીઓને સ્થળ ઉપર તરત જ સેવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વ્યારા નગરપાલિકાના સેવાસેતુ ચીફ ઓફિસર દર્પણ ઓઝાના અધ્યક્ષ સ્થાને, નગરપાલિકા પ્રમુખ સેજલબેન રાણા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મળેલ કુલ: ૩૬૧૮ અરજીઓ નિકાલ કરાયો હતો. જ્યારે સોનગઢ નગરપાલિકાનો સેવા સેતુ જયબાગ રંગઉપવન ખાતે યોજાયો હતો. જેમાં ૯૪૫ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવાસેતુના આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકા ખાતે નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી,ચીટનીશ બી.બી.ભાવસાર, કારોબારી ચેરમેન કુલીનપ્રધાન, ઉપપ્રમુખ સુધીરસિંહ ચૌહાણ, સોનગઢ નગરપાલિકાના સેવાસેતુમાં ભાવનાબેન ગામીત સોનગઢ ન.પા.ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ નિખિલભાઈ શેઠ સહિત મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા.