Site icon Gramin Today

તાપીના “સખી વન સ્ટોપ” સેન્ટરે ભૂલા પડેલ વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જીલ્લાના “સખી” વન સ્ટોપ સેન્ટરે ભૂલા પડેલ વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ: 

ભારત સરકાર પુરસ્કૃત તાપી જિલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી સંલગ્ન “સખી” વન સ્ટોપ સેન્ટર જનરલ હોસ્પિટલ કેમ્પસ વ્યારા ખાતે કાર્યરત છે. 

વ્યારા-તાપી: વ્યારા તાલુકાના ભાટપુર ગામ ખાતેથી તા.૧૧/૦૨/૨૦૨૨ના રોજ વ્યારા ગામના આગેવાન દ્વારા ભાટપુર ગામ ખાતેથી એકલા અટવાયેલા ભુલા પડેલ ઉ.વ.આશરે ૮૦ વર્ષના વૃદ્ધ મહિલા મળી આવેલ. સેન્ટર ખાતે વૃદ્ધ મહિલા સાથે કાઉન્સેલિંગ કરી તેમનું નામ અને સરનામું માટે પ્રયત્ન કરેલ પરંતુ તેમનું નામ સરનામું બરાબર જણાવતા ન હોવાથી તાપી જિલ્લાના દરેક તાલુકાના સરપંચ, પોલીસ સ્ટેશન તથા આશાવર્કર બહેનોને સંપર્ક કરી અને વૉટ્સએપ દ્વારા વૃદ્ધ મહિલાના ફોટા મોકલાવી અલગ અલગ ગામમાં તપાસ કરેલ તથા મહારાષ્ટ્રના નંદરબાર તાલુકાના સરપંચશ્રીનો સંપર્ક કરી વોટ્સએપથી ફોટા મોકલાવેલ. સખી વન સ્ટોપ સેન્ટરનો હંગામી આશ્રય હોવાથી એ સમયગાળામાં વૃદ્ધ મહિલાના પરિવારનો સંપર્ક ન થતાં લોકકલ્યાણ વૃદ્ધાશ્રમ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ડીંડોલી, સુરત ખાતે મૂકવામાં આવેલ ત્યારબાદ પણ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃધ્ધ મહિલાના પરિવારની શોધખોળ સતત ચાલુ રાખેલ. જે દરમિયાન તારીખ ૦૬/૦૩/૨૦૨૨ના રોજ વૃધ્ધ મહિલાના પરિવારનું સરનામું મળ્યા બાદ તેમના પરિવારનો ટેલિફોનિક સંપર્ક કરી તારીખ ૦૯/૦૩/૨૦૨૨ના રોજ સખી વન સ્ટોપ સેંટર તાપીના સ્ટાફ સાથે લોકકલ્યાણ વૃદ્ધાશ્રમ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ડીંડોલી, સુરત ખાતે જઈ વૃદ્ધ મહિલાને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ. વૃદ્ધ મહિલા સહી સલામત મળતા પરિવારજનો દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર તાપીની કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ, વૃદ્ધ મહિલાને સેન્ટર દ્વારા કાઉન્સલિંગ અને આશ્રય સેવા પુરી પાડવામાં આવી હતી. સેન્ટર ખાતે વૃદ્ધ મહિલાને ઘર જેવું વાતાવરણ પુરુ પાડવામાં આવ્યું હતું અને પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવામાં આવી હતી..

                                              

Exit mobile version