શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
રાજપીપલા ખાતે નર્મદા જિલ્લામાં માનવતાવાદી અભિગમ અપનાવી સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15 જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ” 2021થી સન્માનિત કરાયા:
કેન્સરની સેવામાટે,રાજ્ય કક્ષાના વિજેતા શ્રેષ્ઠ શિક્ષકો, રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય, સ્મશાન ગૃહમાં અગ્નિ સંસ્કાર ની ઉત્તમ સેવામાટે નિર્ભયા સ્કવોર્ડ,ટાઇગર ગ્રુપસહીત વન વિભાગની કામગીરીને બિરદાવાઈ:
છેલ્લા બે વર્ષથી જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા આયોજિત”રેવાના મોતી” એવોર્ડ-2021સમારંભ આ વર્ષે (સેવા સ્મૃતિ સન્માન ) તરીકે ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવા, પ્રાંત અધિકારી કે. ડી.ભગત, નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, પૂર્વગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી દિનેશભાઇ તડવી, નર્મદા નિવૃત કર્મચારી મંડળ પ્રમુખ છગનભાઇ વણકર ની ઉપસ્થિતિ મા દ્વિતીય” રેવાના મોતી” એવોર્ડ-2021 સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં દીપ પ્રાગટ્ય બાદ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ અને ટ્રસ્ટી રૂજુતા જગતાપે મહેમાનોનુ પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ મંત્રી દીપકભાઈ જગતાપે સંસ્થાની રૂપરેખા આપી સંસ્થાનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે નર્મદા જિલ્લામાં નિઃસ્વાર્થભાવે માનવતાવાદી અભિગમ અપનાવી સમાજની સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15 જેટલી વ્યક્તિ તથા સંસ્થાને “રેવાના મોતી- એવોર્ડ 2021થી એવોર્ડ ટ્રોફી, પ્રમાણપત્ર, પુષ્પ ગુચ્છ આપી, શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય પી.ડી.વસાવાએ નર્મદામા નિસ્વાર્થ ભાવે સાચી સમાજ સેવા કરનાર સેવાભાવી વ્યક્તિ અને સંસ્થાને શોધીને તેમને બે વર્ષથી રેવાનાં મોતી એવોર્ડથી સન્માનિત કરવાના સેવાયજ્ઞ બદલ જનકલ્યાણ સેવા ટ્રસ્ટને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આવા મોતીને બિરદાવવાથી સમાજના અન્ય લોકોને સમાજ ઉપયોગી સેવા કરવાની પ્રેરણા મળે છે. તેમણે એવોર્ડ પ્રાપ્ત કરનાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, પૂર્વગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી દિનેશભાઇ તડવી, નર્મદા નિવૃત કર્મચારી મંડળ પ્રમુખ છગનભાઇ વણકરે પણ પ્રાસંગિક પ્રવચનમા જનકલ્યાણ સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવીજણાવ્યું હતું કે સમાજની સાચી સેવા એજ મોટો માનવ ધર્મ છે.મુશ્કેલીમાં મુકાયેલા સમાજ માટે માનવતા,મદદનો હાથ લાંબાવવાની જરૂર આજે ખાસ જરૂર છે.
નર્મદાજિલ્લા માંથી ખૂણે ખૂણેથી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરનાર સેવા ભાવિ લોકોને શોધીને તેમને રેવાનાં મોતી એવોર્ડથી બિરદાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.અને અન્યોને પણ સાચી સમાજ સેવા કરતા રહેવાઅનુરોધ કર્યો હતો.
જેમાં માત્ર એક રૂપિયામા કેન્સરની સેવા માટે બે રાજ્ય કક્ષાના વિજેતા શ્રેષ્ઠ શિક્ષકો, તથા રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તેમજ સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કાર ની સેવાપ્રવૃત્તિ ઉપરાંત ,નિર્ભયા સ્કવોર્ડની મહિલા લક્ષી સેવા ,ટાઇગર ગ્રુપ નર્મદાની માનવતાવાદી સેવક , સરપંચ દ્વારા ગ્રામ્ય વિસ્તારની સેવા ઉપરાંત એચઆઈવી પીડિતો અને સમલીગીકો માટે ની સેવા ઉપરાંત વનક્ષેત્રની કામગીરી, તથા ટ્રાફિક ક્ષેત્રની સેવા, જેલમાં કેદીઓને માટે માનવતાવાદી અભિગમ બદલની સેવા ને બિરદાવી સહિત 15 જણાને રેવાના મોતી” એવોર્ડ-2021થી સન્માનિત કરાયા હતા.