Site icon Gramin Today

ડેડીયાપાડામાં સરકાર દ્વારા સનદ આપેલ ખાતેદારોને સરકારી લાભો મળે તે માટે નર્મદા કલેક્ટરશ્રીને આવેદનપત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા

રાજપીપળા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના આઠ ગામ કમાંડવાવ ,શેરવાઇ, કલતર, ગોલવાણ,ખોડાઆંબા ઓલગામ,  કાંટીપાણી, આંબાવાડીના ખેડૂતો જેઓ વર્ષોથી બાપદાદાના સમયથી જંગલ ખાતાની જમીન ખેડી, લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે ખેતીમાં પાક લેતા આવ્યા છે,  જેમાં જંગલખાતાને કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પરંતુ આ આઠ ગામના ખેડૂતો પાસે સનદ હોવા છતાં એ જમીન રેવન્યુમાં તબદીલ થયેલ નથી, જેથી સરકારના નિયમોનુસાર અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ સરકારશ્રીની વિવિધ પ્રકારની યોજના ઓનો ખેડૂતોને લાભ મળતો નથી, આ તમામ ખેડૂતો સનદની જમીન ધરાવનાર તદ્દન ગરીબ અને આદિવાસી ઊંડાણ અંતરિયાળ વિસ્તારમાં રહેતા ખેડૂતોને જે સરકાર શ્રી ની વિવિધ પ્રકારની યોજના ઓનો લાભ મળતો નથી, જેથી આ તમામ આઠ ગામના સદન ધરાવનાર ખેડૂતો સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ ખેડૂતોને મળે છે તે રીતે સનદ ધરાવનાર ખેડૂતોને પણ લાભ મળવો જોઇએ અને જ્યારે તેમને તેમના ખેતરમાં બોર – મોટર ખોદવા હોય કે પછી કોઈ આવાસનું બાંધકામ કરવું હોય તો એમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે મંજૂરી મેળવવી પડે છે, તો સનદ ધરાવનારા ખેડૂતોની જમીન રેવન્યુમાં તબદીલ કરવા અમારા ખેડૂતોની માંગ છે તેમજ નર્મદા જિલ્લામાં ઉપરવાસથી ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડવાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે, સરકારશ્રીએ  ફક્ત નાંદોદ તાલુકામાં જ નુકશાનીનું સર્વે કરાવ્યો છે અને નર્મદા જિલ્લામાં બીજા ચાર તાલુકાઓ આવેલા છે ગરૂડેશ્વર, તિલકવાળા, ડેડીયાપાડા, સાગબારા આ વિસ્તારોમાં પણ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો અમારી રાજ્ય સરકાર શ્રીને તમામ ગામના સરપંચશ્રીઓ તેમજ ખેડૂત મિત્રો તરફથી નમ્ર વિનંતી છે, કે જિલ્લાના તમામ તાલુકાનું યોગ્ય રીતે સર્વે થાય અને દરેક ખેડૂત મિત્રોને યોગ્ય વળતર મળી રહે એવી તમામ ખેડૂત મિત્રો દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ માનનીય મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સાહેબ તેમજ નર્મદા જિલ્લા કલેકટર સાહેબશ્રી ને નર્મદા જિલ્લા સરપંચ પરિષદના તમામ સરપંચશ્રીઓ દ્વારા તેમજ ખેડૂત મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Exit mobile version